________________
શ્રી આદિ પ્રભુને જન્મ.
૨૭૭
અર્થ: હવે ચૈત્ર વદિ આઠમને દિવસેં સંપૂર્ણ નવ મહીનાને સાડાસાત દિવસ ઉપર અતિક્રમે હુંતે ઉત્તરાષાઢા નક્ષત્રે ચંદ્રમાને વેગ આવે થકે આરોગ્યપણે શીમરૂદેવ્યાયે પુત્ર જન્મે. તેવા છપન દિગ કુમારિકા તથા સમસ્ત સુર અસુર દેવેએં મલી જન્મ મહોત્સવ કર્યો. તેનો અધિકાર સર્વ શ્રીવીરની પેરે અહીં પણ જાણી લે છે ૬ जीहो प्रथम वृषभ दीठा भणी, जीहो अथवा दृषभनु रे अंक॥ जीहो वृषभ नाम तिहांथापिउं, जीहो वंश इख्वागमयंक ॥च०७
અર્થ હવે મરૂદેવી માતાયે પ્રથમ સુપને વૃષભ દીઠે. અથવા પ્રભુને વૃષભનું અંક એટલે ચિન્હ હતું માટે તિહાં ઋષભ દેવ એવું નામ સ્થાપ્યું. હવે પ્રભુને વંશ ઇંદ્ર મહારાજે ઈક્વાંગ વ્યાપે. તેને સંબંધ સંક્ષેપથી કહે છે.
શ્રી ઋષભ દેવનું દેવતાથી પણ અધિક રુપ છે. સર્વોત્કૃષ્ટ ગુણે કરી બિરાજમાન છે. અનેક દેવદેવાંગનાર્થે પરવર્યા થકા વિચારે છે. અંગુઠે દેવં સંચારિત અમૃતને આહાર કરે છે. એમ સર્વ તીર્થકર બાલપણે અમૃત રસભેજ હોય તથા બાલપણું મૂક્યા પછી અગ્નિપકવ ભજન કરે. અને શ્રી કષભ દેવ તે દીક્ષા લીધી ત્યાં સુધી ઉત્તર કુરૂથી આણેલા કલ્પવૃક્ષના ફલને આહાર કરતા હવા. હવે પ્રભુ કાંઈક ઊણા એક વર્ષના થયા તેવા ઇંદ્ર, વંશ
સ્થાપના કરવા નિમિત્તે શેરડીને શાંઠે લેઈ આવ્યો. તે દેખી ઋષભ કુમરે શેરડી લેવા હાથ પસાર્યો. ઈદ્ર શેરડીને શાંઠે આપી પ્રભુને શેરડી મીઠી માટે ઈક્ષવાકુ એવું વંશનું નામ થાપી ઇંદ્ર સ્વસ્થાનકે ગયા.