________________
૨૭૮
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેધ હવે કઈ એક યુગલિયા પિતાના યુગલબાલ તાલવૃક્ષ નીચે મૂકીને સ્થાનાંતરે ગયાં. પછવાડેથી તાલવૃક્ષનું ફલ યુગલિયાના મસ્તકે પડવાથી તે યુગલમાંહેથી પુરૂષ મરણ પામ્યો. એમ ત્રીજે આરે અકાલ મરણ થયું. પછી કન્યાને એકલી વનમાંહેથી યુગલીયે લાવીને નાભિરાજાને સ્વાધિન કરી. તેવારે નાભિરાજયે કહ્યું કે, સુનંદાની સાથે એ સુમ, ગલા પણ ઋષભની સ્ત્રી થાશે. પ્રભુ પણ સુનંદા તથા સુમગલા સાથે વૃદ્ધિવંત થાતા યૌવન વય પામ્યા છે ૭ जीहो विवाहादिक सवि करे, जीहो इंद्र इंद्राणी आय ॥जीहो नयर बिनिता वासिओ, जीहो देखी विनय गुण ठाय॥च०॥८
અર્થ –તેવારે પ્રથમ તીર્થકરનું વિવાહાદિક કાર્ય સર્વે ઇંદ્ર મહારાજ કરે. એવી સ્થિતિ જાણીને વરનું કાર્ય ઈ કીધું અને કન્યાનું કાર્ય ઈંદ્રાણીયેં કીધું. તે દિવસે પાણિગ્રહણ વિધિ પ્રગટ કરી મહોત્સવ પૂર્વક વિવાહ પ્રવર્ચે પ હવે પ્રભુ પ્રથમ રાજા થયા તેને અધિકાર કહે છે.
કાલાનુભા વધતાં વધતાં કષાયને ઉદયે યુગલીયા પરસ્પરે કલેશ કરતા હવા. તેણે કરી ત્રીજા આરાને પ્રાંતેં સાત કુલઘરના વારાથકી દંડનીતિ પ્રવતી. તિહાં પ્રથમ વિમલવાહન અને ચક્ષુમ્મત એ બે કુલઘરને વારેં હકાર
૫ દંડનીતિ થઈ. પછી યશસ્વી અને અભિચંદ્ર એ બે કુલઘરને વારે અપ અપરાધે હકાર દંડનીતિ અને મોટે અપરાધે મકાર દંડનીતિ થઈ. તથા પ્રસન્નજિત, મરૂદેવ અને