________________
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ
એહીજ જંબૂ દ્વીપના ભરત ક્ષેત્રને વિષે ઈક્વારા દેશમાંહે રાજાઓમાં મુકુટમણિ શણગાર તુલ્ય એવા નાભિનામાં કુલઘર- ૩ जीहो मरुदेवी कुखें उपना, जीहो उत्तराषाढ़े चंद ॥ जीहो मद्यरयणी तिहुं नाणशु, जीहो देखे चउद सुपन ॥ च० ॥ ४ ॥
અર્થ:–તેની મરૂદેવી નામા ભાર્યાની કુખેં ઉત્તરાષાઢા નામા નક્ષત્રે ચંદ્રમાને યોગ આવે કે મધ્યરાત્રિને વિષે ત્રણ જ્ઞાનેં સહિત થકા પ્રભુ આવીને ઉપના. તે વખત મરૂદેવી માતાયે ચૌદ સુપન દીઠાં. તે અધિકાર સર્વ શ્રી. મહાવીરની પેરે જાણો. પણ એટલું વિશેષ જે વેવીશ તીર્થકરની માતાયે પ્રથમ સ્વપ્ન હસ્તી દીઠે, અને મરૂદેવી પ્રથમ સ્વપ્ન વૃષભ દીઠે છે ૪ जीहो नाभि अर्थ आप कहे, जीहो अथवा भांखे इंद्र ॥ जीहो सुपनपाठक नथी ते समे, जीहो उचित करे सवि इंद्र ॥च०॥५॥
અર્થ – હવે તે સમયે સુપન પાઠક નથી તેથી નાભિકુલઘર પોતેંજ મરૂદેવ્યાને તે સુપનના અર્થ કહે, અથવા ઈંદ્રમહારાજ આવીને સુપનના અર્થ ભાંખે. એ રીતે સર્વ ઉચિત ઇંદ્ર મહારાજ કરે. મરૂદેવીને ઘણે હર્ષ ઉપન. તેને અધિકાર સર્વ શત્રુંજય મહાસ્ય ગ્રંથથકી જાણ છે ૫ છે जीहो चैत्र बहुल आठम दिने, जीहो उत्तराषाढाने योग॥जीहो जन्म्या जिन तव आविया, जीहो सकल सुरासुर लोग ॥०६