________________
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ
અને રત્નકંબલ વેચાતા લેવા ગયા. શ્રેષ્ઠીમેં વાત પૂછવાથી સાધુનું વૈયાવચ્ચ નિમિત્તે જાણી શેઠે વિચાર્યું જે, બાલકને જુવે કેવી ધર્મ કરવાની ઈચ્છા ઉપની છે ? એવું ચિંતવી દ્રવ્ય લીધા વીના બાવના ચંદન અને રત્નકંબલ એ બેહ વાનાં આપ્યાં. અનુક્રમેં શેઠ દીક્ષા લઈ મેસેં પહોતા. પાંચ મિત્રે તે ઋષિના કુષ્ઠ રોગને તૈલાદિક અભંગન પૂર્વક વૈયાવચ્ચ કરી ટાઢ્યું. પછી એ મિત્રે સાધુ પાસેંથી દીક્ષા લીધી. ત્યાંથી કાલ કરી દશમે ભવૅ બારમે દેવલોકે દેવતા થયા. ત્યાંથી આવીને
-અગીઆરમેં ભોં જબૂદ્વીપે મહાવિદેહ ક્ષેત્રે પુષ્કલાવતી વિજ પુંડરિગિણિ નગરિ વસેન નામા તીર્થ કરના પાંચ પુત્ર અનુક્રમેં થયા. તિહાં આનંદ વૈદ્યને જીવ વજનાભ નામા ચક્રવર્તી થયા. મહીધરનો જીવ બાહુ નામેં થયો. મંત્રિપુત્ર સુબાહ થયા. શેઠપુત્ર ગુણાકરને જીવ પીઠ નામેં થયે. સાગર સાર્થવાહને પુત્ર પૂર્ણભદ્રને જીવ મહાપીઠ નામા થયે. અને છઠે કેશવને જીવ બીજા રાજાને પુત્ર થયો, તે વજાનાભ નામા ચક્રવર્તીને સારથિ થયે. પછી વજાસેના પિતા દીક્ષા લઈ કેવલ પામી તીર્થ પ્રવર્તાવ્યુ. વજનાભ ચારે ભાઈને સુખેં સમાધે રાખે છે. એક દિવસે વજસેન તીર્થકર સમેસર્યા. તેની દેશના સાંભલી વજનાભે પોતાના પુત્ર સુયશને રાજ્ય આપી ચાર ભાઈ તથા પાંચમા સારથિ સહિત છએ જણાયે દીક્ષા લીધી. વજનાભ રાજત્રાલીશ્વર તે દ્વાદશાંગી ભણ્યા. વિશ સ્થાનકનું તપ કરી તીર્થકર ગેત્ર ઉપાર્યું. અને બાહુ વીશ્વર તે