________________
કેટીઆ સાધુની વૈયાવચ્ચ.
૨૭૩
અને કહેવા લાગે કે આ ચિત્ર તો મહારી પૂર્વભવની સ્ત્રી સ્વયંપ્રભા નામેં દેવીનું ચિતરેલું છે, એ વાત ધાઈ માતાએં શ્રીમતીને કહી. પછી શ્રીમતી તે વાત સાંભલીને વાજંઘ કુંવરને પરણી, સુખેં સમાધે રહે છે. એકદા સુવર્ણ જ ઘે પિતાના વાજંઘ પુત્રને રાજ્ય આપી પોતે દીક્ષા લીધી. પછી વાજપેં પણ શ્રીમતી રાણીયે સહિત રાત્રે સુતાં ચિંતવ્યું જે પ્રભાતે પુત્રને રાજ્ય આપી દીક્ષા લેશું તે સમયે પુત્રે પણ રાજ્યને લેભે શ્રીમતીસમેત રાજાને વિષપ્રયેગે માર્યો.
તિહાંથી મરણ પામી સાતમે ભવં રાજા રાણી બેહ ઉત્તરકુરૂ ક્ષેત્રને વિષે યુગલોયાં થયાં. આઠમે ભોં સૌધર્મ દેવલેકે મિત્રપણે દેવતા થયા.
| તિહાંથી ચવી નવમે ભવૅ જંબુદ્વીપે મહાવિદેહ ક્ષેત્રે ક્ષિતિપ્રતિષ્ઠિત નગરે સુવિધિ નામ વૈદ્યનો આનંદ નામા પુત્ર થયે. તે દિવસેં તે નગરીયે બીજા પણ ચાર જીવ પુત્રપણે અવતર્યા. એક પ્રસન્નચંદ્ર રાજાનો પુત્ર મહીધર જન્મે. બીજે સુમાસિર નામા પ્રધાનને પુત્ર સુબુદ્ધિ થયું. ત્રીજો ધનાશેઠને પુત્ર ગુણાકર થયો. ચોથો સાગર નામા શેઠને પુત્ર પૂર્ણભદ્ર થયે. હવે શ્રીમતી જીવ સૌધર્મ દેવકથી ચવીને ઈશ્વરદત્તને પુત્ર કેશવ થયો. એ પાંચે આનંદના પરમ મિત્ર છે. એ છએ મિત્ર સાથું મલી જમે, રમે, સુખેં કાલ નિર્ગમન કરે છે. એક દિવસે આનંદને ઘેર કેઢીઓ _ સાધુ આવ્યું. તેવારે પાંચ મિત્ર એકઠા થઈ ઋષિના વૈયાવચ્ચ નિમિત્તે ધન ભલું કરી નગર શ્રેણીને ઘરે બાવના ચંદન
૧૮