________________
- -
ર૭ર
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ
કહ્યું કે, તમે ત્યાં જઈ તમારે રૂપ એને દેખાડે, કે જેમ એ નિયાણ કરે. તે સાંભલી લલિતાગે આવી રૂપ દેખાડ્યું. તે રૂપ દેખી અનામિકાર્યો વ્યોમેહ પામી નિયાણું કર્યું કે, મહારે તપસ્યાનું ફલ હોય તો એની સ્ત્રી હું થાઉં. પછી અનામિકા મરણ પામી સ્વયંપ્રભા દેવી થઈ. તેની સાથે લલિતાંગ દેવ સુખ ભેગવવા લાગો. તિહાંથી ચવીને છઠું ભવે જંબૂ દ્વીપે પૂર્વ મહાવિદેહે પુષ્કલાવતિ વિજયે લેતાર્ગલ નગરે સુવર્ણ જંઘ રાજાની લક્ષ્મીવતી રાણીને વજી જંઘ નામા પુત્ર થયે. અને સ્વયંપ્રભા દેવી પણ તેહિજ વિજયે પુંડરિક નગરિર્યું વસેન નામા ચક્રવર્તિની શ્રીમતિ નામા પુત્રી થઈ. તે યૌવન પામી થકી એક દિવસે ચંદ્રોદય સભામાં બેઠી છે, તે સમય કઈ સાધુને કેવલજ્ઞાન ઉપનું છે, તેને દેવતા વાંદવા આવે છે, તે દેખી એને પણ જાતિસ્મરણ જ્ઞાન ઉપનું. તેવારે વિચાર્યું કે મહારે ભત્તર લલિતાંગ નામા દેવતાને જીવ કિહાં ઉપન્ય હશે ? તે મલે, અને હું તેને પરણું તો સારું થાય. એમ વિચારી મૌન પણે રહી. માતા પિતાએં અનેક ઉપચાર કર્યા પણ બેલે નહીં. તેવારે ધાવી માતાયે એકાંતે વાત પૂછી. તેવા કુમરીયે તેને એક કાગદ ઉપર ચિત્રામ કરી કુંવર આલેબી આપે. ધાઈ તે ચિત્રપટ રાજાને દીધે. પછી એના પિતા વજસેન ચક્રવર્તીના વર્ષ મહત્ય અનેક રાજપુત્રો આવ્યા, અને તે પણ તે દિવસે ચિત્રપટ લઈ રાજ માગે બેઠી. તે રાજનિસરનામું ચિત્રપટ્ટને આહાર દેખતાં કુમર જાય છે, તેવારે વાજંઘ તે ચિત્રપટ્ટને દેખી જાતિસ્મરણ પામે.