________________
શ્રી નેમિપ્રભુનું નિર્વાણ.
૨૬૩ કેવલ પર્યાય પાલી. સર્વ મલી એક હજાર વર્ષનું પૂર્ણ આયુ ભેળવીને ગિરનાર પર્વતને વિષે છે ૧૭ आषाढशुदि आठमि दिने रे, चित्रा रिख मध्य रात्रि ॥सो॥ पांचशे छत्रीश साधुशुं रे, मास भक्ते विख्यात ।। सो० ॥१८॥
અર્થ:–ઉનાલાનો ચોથે માસ આઠમે પક્ષ આષાઢ શુદિ અષ્ટમિના દિવસની મધ્યરાત્રિયે ચિત્રા નક્ષત્રે ચંદ્રમાનો યોગ આવે કે પ્રસિદ્ધ પણે પાંચશે ને છત્રીશ સાધુએની સાથે એક માસનું અનશન કીધે છતે ૧૮ છે. पर्यकासने शिव गया रे, पासथी अंतर मान ॥ सो० ॥ त्र्याशी सहस्सने सातशे रे, वर्ष पञ्चासतुं मान सो०॥१९॥
અર્થ–પદ્માસને બેઠા થકા કાલધર્મ પામ્યા, યાવત્ સર્વ દુ:ખ થકી રહિત થયા. શ્રી પાર્શ્વનાથ ભગવાનથી ચાલી હજાર સાતશેને પચાસ વર્ષ પૂર્વે એ શ્રીનેમિનાથ ભગવાન્ થયા છે ૧૯ એટલે શ્રી અરિષ્ટનેમિ ભગવાન મોક્ષ પિહોતા પછી રાશી હજાર નવશે ને એંશી વર્ષે પુસ્તક વાંચના થઈ છે पंच कल्याणक नेमनां रे, भांख्यां कल्प प्रमाण ॥ सो० ॥ ज्ञानविमल गुरु मुखथकी रे, विस्तरे सुणजो जाण ॥सो०॥२०॥
અર્થ:–એ રીતે શ્રીઅરિષ્ટનેમિ ભગવાનનાં પાંચ કલ્યાણક શ્રીકલ્પસૂત્રમાં કહ્યાં છે, તે પ્રમાણે અહીં પણ ભાંખ્યા છે. જ્ઞાનવિમલ સૂરિ કહે છે કે, હે જાણુ પુરૂષ મેં તો થોડે લખ્યું છે. અને વિસ્તારે ગુરૂના મુખ થકી