________________
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેધ એટલે ન્હાનું પિતયું પહેરેલું તે નાગા સરખેજ જાણુ. વલી કેઈએક ડેશીયે જૂનું વસ્ત્ર પહેરી વણકર પાસેં જંઈને કહ્યું કે ભાઈ! મહારૂં વસ્ત્ર વણાણું હોય તે આપ, હું નાગી ફરું છું. એમ સાધુને પણ માનેપેત વસ્ત્ર છે માટે અચેલક કહિયે. બાવીશ જિનના યતિ તે જીજુ અને પંડિત માટે મોટા મૂલ્યનાં, પાંચ રંગનાં અને માનેપત રહિત એવાં વસ્ત્ર રાખે, માટે તેને સચેલક કહિયે. એ પ્રથમ અચે. લક કલ્પ કહ્યો.
૨ હવે બીજો ઉદ્દેશિક કલ્પ કહે છે. બાવીશ તીર્થંકરના વખતમાં જે સાધુ અથવા સાધવીની નિમિત્તે કઈ ગૃહસ્થે ભાત, પાણું, ઔષધ, ભષય, વસ્ત્ર, પાત્ર, નીપજાવ્યાં હોય, તે આહારાદિક જેના નિમિત્તે નિપજાવ્યા હોય તેહીજ સાધુને કલ્પ નહીં, પરંતુ બીજા સાધુને કપે; કેમકે તેને આધાકકિ દોષ ન લાગે, અને શ્રી આદિનાથના વારામાં તથા શ્રી વીરભગવાનના વારામાં એક સાધુ અથવા એક સાધવીને અર્થે જે આધાકર્મિક આહારદિક નીપજાવ્યાં હોય, તે બધાએ સાધુને લેવા કપે નહીં. એ બીજે કપ જાણો.
૩ ત્રીજે શય્યાતરિ પિડને ક૯૫ કહે છે. જે ઉપાશ્રય ધણી હોય, તે શાતરિ કહેવાય; અથવા સાધુને ઉતરવાની રહેવાની જગા આપે, તે ઘરના સ્વામીને શય્યાતરિ કહિયે. તે ગૃહસ્થના ઘરનાં વસ્ત્ર, પાત્ર, આહારાદિક સર્વ તીર્થકરના. સાધુને વહોરવા કપે નહીં, કેમકે તે સાધુના રામેં કરી દહિં દૂધ પ્રમુખ સ્નિગ્ધ આહાર પણ આપે, તેથી રસગૃદ્ધિ થાય, અને મિષ્ટાન્નના લોભે તેનું ઘર ન મૂકે. કદાપિ બીજે ગામે