________________
પર
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધ:
કુમારને સાથે લઈ વસંત કીડા કરવા વનમાં આવ્યા. પછી સત્યભામાદિક રાણાને નેમિ કુમારને વિવાહ મનાવવાને સન્કારી કૃષ્ણ સ્થાનાંતરે રહ્યા. હવે તે અનેક સ્ત્રીઓ મલી થકી શ્રીનેમિકુમરને કેસર, ગુલાબ પ્રમુખ સુગંધ નીર ઘંટે, ફૂલને દડે હૃદયભણી નાખું, કટાક્ષ બાણે વિધે, કામચેષ્ટા પૂર્વક જલેં છાંટે. એમ ઘણુ પ્રકારે હાસ્ય કરીને કહેવા લાગી કે, હે દેવર! વિવાહ માને અને એક સ્ત્રીતે પરણે. જે સ્ત્રીનું ભરણ, પિષણ તાહારાથી ન થાય, તે તાહાર ભાઈ બત્રીસ હજાર સ્ત્રીને ભરણ પોષણ કરે છે, તેમ તાહારી એક સ્ત્રીનું પણ કરશે? તેની ચિંતા કરશો નહીં, પણ સ્ત્રી જરૂર પરણે. સ્ત્રી વિના પુરૂષ શેભે નહીં, કેઈ વિશ્વાસ ન કરે, કઈ માને નહી, વલી અંગની સુશ્રુષા કોણ કરે, પ્રાણુણા પ્રહીને કણ સાચવે ? તેમાટે પાણગ્રહણ અંગીકાર કરે, મન માનતી કન્યા વરે, એ વિનતિ માને, વધે જેમવાને, નહીંતર પણ નહીં છૂટે, જેર કરી જૂઠ, અમચે વશ આવ્યા આજ, બહેનની હવે કેહી લાજ? એ વચન સાંભળી નેમિધર નીચું જોઈ રહ્યા, જે એ સ્ત્રીઓ સાથે સે વચન વિચાર? એમ ચિતિ હા ના કાંઈ ન કહી. તેવારે નેમિકુમારને સ્ત્રીઓ કહે, માન્ય માન્ય વિવાહ, સહુને થયો ઉછાહ, શ્રીસમુદ્રવિજય રાજા શિવાદેવી રાણુને તિણીતાલ, આપે વધામણી ઉજમાલ છે હવે શ્રીકૃષ્ણ નરિંદ, મનને આણંદ, ઉગ્રસેનરાજાન, પાસે બહુમાન, માગે રાજીમતિ કન્યા, સતિય શિરોમણી ધન્યા, ઉગ્રસેન પભણે સઘલે સાજ, ઈહાં આણે તે વરરાજ, તે દેઉં કન્યા તાસ, જગ વિસ્તરે જશ વાસ છેહવે સમુદ્રવિજય