________________
બાળ બ્રહ્મચારી ભગવાનનું બી.
૨૫t કે, અહો કૃષ્ણ વાસુદેવ તમે ચિંતા મ કરશો. એતે નેમિશ્વર ભગવાન બાલ બ્રહ્મચારી બાવીશમાં તીર્થકર એનું અતુલી બેલ છે, તથાપિ તમારે રાજ્ય લેશે નહીં. પરણ્યા વિનાજ દીક્ષા લેશે. એ વચન સાંભલી કૃષ્ણજી હર્ષ પામી પિતાને ઘરે પહોતા ૭
વલી વચમાં એક દિવસેં ઇંદ્ર મહારાજે સભા મળે શ્રીનેમિનાથનું બલ વખાણ્યું. તિહાં કોઈ મિથ્યાત્વી દેવતા પ્રશંસા અણુ સદહતો કે શ્રીગિરનાર પર્વતમાં સુરંધર નામું નગર થાપિ મનુષ્ય રૂપે તિહાં રહ્યો થકે તે દેવ દ્વારિકામાં આવી નિત્ય પ્રત્યે અનેક ઉપદ્રવ કરવા લાગે. તેવારે અનેક રાજાઓને લઈ શ્રીકૃષ્ણ બલભદ્ર ચઢયા. તિહાં જઈ યુદ્ધ કરતાં હાર્યા, તે સર્વને પકડી દેવતા પિતાના નગરમાં લઈ ગયે. દ્વારિકામાં કોલાહલ થયો કે કૃષ્ણ, બલભદ્ર ગયા. હવે કેમ થાશે ? તેવારે સત્યભામાં રૂકિમ પ્રમુખ નેમિકુમરને કહેવા લાગી કે, હે દેવર ! તમે અતુલબલ છતાં તમારા ભાઈને શત્રુ લઈ ગયા, તેની તમને લાજ નથી? તે સાંભલી એકાકી રથમાં બેસી શ્રીનેમિકુમાર તે સુરકૃત નગરને ચારે પાસું રથ ફેરવ્યો તેથી ગઢ પડે. તેવારે દેવતાયે સિંહ વિકર્થી તેને નેમિકુમારે ધનુષના ટંકારવથી નસાડયા. એમ અનેક પ્રકારના યુદ્ધ કરી દેવતાને પકડે. કૃષ્ણ બલભદ્ર પ્રમુખને છોડાવી સાથે તેડી દ્વારિકાયે આવ્યા. ઈદ્રમહારાજે આવી અરજ કરી દેવતાને છોડાવ્યું. એમ કરતા શ્રીનેમિકુમાર ત્રણશે વર્ષના થયા, પરંતુ પરણ્યા નથી. એટલામાં વસંત માસ આવ્યા. તેવારે બત્રીસ હજાર રાણ સહિત શ્રીકૃષ્ણ વાસુદેવ શ્રીનેમિ