________________
૨૪૮
શ્રી કલપસૂત્રસ્ય બાલાવબોધઃ
અને પાંચજન્ય શંખ ભેટશું આપ્યું. કૃષ્ણ રહેવાના સ્થાનકની યાચના કરી. તેવારે ઈંદ્રના આદેશથી ધનદે દ્વારિકાનગરી વાસી. તે નવ જન પહેલી, બાર યોજન લાંબી, તથા નવ ગજ ધરતી માંહે, નવ ગજ ઉંચે, બાર ગજ પહેલે, રત્નમય કોશીસા સહિત, એવા સુવર્ણમય ગઢ સહિત, સાડા ત્રણ દિવસમાં વસાવી. સમુદ્ર માંહેથી પ્રગટ કરી આપી. તિહાં સમુદ્રવિજય રાજા કૃષ્ણજીને ગાદિયે બેસાડયા. અને સમુદ્ર વિજયરાજા દશૃંદશાર સહુ પોતપોતાની રાજ ઋદ્ધિ ભગવે છે. અનેક વ્યવહારિયા વસે છે, તે હવે દ્વારિકાનગરીની વાર્તા પરદેશી રત્નકંબલના વ્યાપારીના મુખથી રાજગૃહી નગરિયે ગેઓં બેઠાં થકાં જીવયશા સાંભલી, પિતાના પિતા પ્રત્યે, સર્વ વાત કહી. જરાસંઘ પણ પિતાનું સૈન્ય લઈ યુદ્ધ કરવા ચાલ્યા. શ્રીકૃષ્ણ પણ યાદનું સબલ સૈન્ય લઈ સન્મુખ લડવા આવ્યો. તે પાડલા પંચાસરા ગ્રામની શીમે ચાર
જનને આંતરે બેહુ સૈન્ય ઉતર્યા. તિહાં નિત્ય યુદ્ધ થાતાં થકાં જરાસંઘ પ્રતિવાસુદેવે જરાવિદ્યા મૂકી. તેણે કરી યાદવના સન્યમાં જરા વ્યાપી. તેવારે શ્રીનેમિકમરના વચન થકી શ્રીકૃષ્ણ ત્રણ ઉપવાસ કરી ધરણેને આરાધ્ય. તિહાં શંખેશ્વર પાર્શ્વનાથની પ્રતિમા પ્રગટી. તેના સ્નાત્રજલ છાંટવે કરી યાદવની જરા ટેલી. પછી વિશેષે યુદ્ધ કરતાં જરાસંઘ રાજા ચક મૂકહ્યું. તે આવી કૃષ્ણને કરકમલે બેઠો. કૃષ્ણજયે ફેરવી મૂકયું. તેણે કરી જરાસંઘ મરણ પામે. જયજયારવ શબ્દ પ્રગટે. નવમે વાસુદેવ પ્રગટયે, એવી આકાશવાણું થઈ. કૃષ્ણજીમેં શંખ પૂર્યો. તે સ્થાનકે નવું દેરાસર કરાવી શ્રી