________________
૨૩૮
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ અર્થ –કાર્તિક વદિ બારશના દિવસે ચિત્રા નક્ષત્રે ચંદ્રમાને વેગ આવ્યા થકા શિવા દેવી માતાની કુખે પ્રભુ આવી ઉપના. તેવારે ચાદ સુપન માતાયે દીઠાં, તેનું વર્ણન, તથા ગર્ભની પિષણ માતાર્યો કરી, તેનું વર્ણન, સર્વ પાછલ જેમ શ્રી મહાવીરનું કહ્યું તેની પેરે સર્વ ભેગ જાણ ૩ श्रावण शुदि पंचमि दिने रे, जनम्या श्री जिनराज ॥ सो० ॥ जन्म महोत्सव सुर करे रे, पूरव परें नृप राय ॥ सो० ॥ ४ ॥
અર્થ:-અનુકમેં તે કાલે તે સમયેં શ્રાવણ શુદિ પંચમીને દિવસે શ્રી જિનરાજ જમ્યા. તિહાં જન્મમહોત્સવ પ્રથમ દેવયે કર્યો. અને પછી માતા પિતા કર્યો. તેને અધિકાર સર્વ શ્રી મહાવીરની પેરે જાણી લેવો જ છે अरिष्टनेमि नाम थापीयो रे, यदुकुलनो शणगार ॥ सो० ॥ एक दिन आयुध घर गया रे, शस्त्र ग्रह्या तेणी वार ॥सो०॥५॥
અર્થ –હવે જેવારે પ્રભુ ગર્ભમાં હતા, તેવારે માતાયે સ્વપ્નમાં અરિષ્ઠરત્નમય ચકધારા દીઠી હતી, તેને અનુસારે અરિષ્ટનેમી એવું નામ પાડયું. એ ગાથાના પૂર્વાદ્ધને અર્થ કહ્યો. હવે અહીં પ્રસંગેં યાદવ કુલની ઉત્પત્તિ કહીશું. તેમાં સેવટે ગાથાના ઉત્તરાર્ધનું અર્થ આવશે.
અહીં પ્રસ્તા હરિવંશ કુલેત્પત્તિ સંક્ષેપ માત્ર લખી છે. પૂર્વ હરિવર્ષ ક્ષેત્રના હરિ અને હરિણી એ બે યુગલિયા થકી હરિવંશ કુલ પ્રગટ. તિહાં પ્રથમ હરિરાજા તેને પુત્ર અશ્વ, તેનો પુત્ર વસુરાજા થયો તેના વંશમાં ચદુરાજ થયે. ત્યાંથી યાદવવંશ કુલ થયું છે. પછી તે યદુને