________________
૧૯૨
શ્રી કલપસૂત્રસ્ય બાલાવબોધઃ
પૂર્ણ થાય નહીં. એવામાં ચંપાનગરીને દધિવાહન નામેં રાજા તેની ધારણી નામા સ્ત્રીની વસુમતિ નામા પુત્રી છે તેનું અપર નામ ચંદનબાલા છે, હવે કેશંબી નગરીને સંતાનિક નામેં રાજા છે, તેણે રાજ્યવિરે ધું લશ્કર લેઈ ચંપાનગરીને લૂંટી, તેવારે દધિવાહન રાજા નાશી ગયો, અને ધારણું રાણું તથા ચંદના એ બે કઈ એક પાયક સંતાનિક રાજાને સેવક હતું, તેના હાથમાં આવી. તેણે ધારણીને કહ્યું કે તને હું મહારી સ્ત્રી કરીશ. તે સાંભલી ધારણું રાણી જીભ ચાંપીને મરણ પામી. પછી ચંદનબાલાનેં તે ચાકર ચૌટા માંહે વેચવા ગયે, તેને વેશ્યા લેવા આવી. તેવારે ચંદનામેં પૂછયું તમારે યે આચાર છે? વેશ્યા બેલી શ્રીમન્ત પુરૂષ સાથે પ્રીતિ કરવી, ભલા મન માન્યાં ભજન કરવાં, એ અમારે આચાર છે. તેવારે ચંદના બેલી એ મહારાથી ન થાય. તથાપિ વેશ્યાયે બલાત્કારે લેવા માંડી. તેવારે શાસન દેવીયે વેશ્યાના કાન અને નાક છેદી નાખ્યા. વેશ્યા નાશી ગઈ. પછી ધનાવહ નામે શેઠ જિનવમી હતો, તેણે મૂલ આપી ચંદનાને વેચાતી લઈ, પિતાને ઘેર તેડી આવ્યું. તેણે ચંદના નામ આપી પુત્રી પણે થાપી. પણ ચંદનાનું સરૂપ દેખી ધનાવહશેઠની મૂલા નામા વાંજણી કુહાડ સ્ત્રી છે, તે મનમાં દ્વેષ રાખવા લાગી કે રખે ને એ માહારી શોક થાય? તેમાટે પ્રથમથીજ કાંઈ ઉપાય કરું તો સારૂ. પછી એક દિવસ શેઠના પગ પખાલતાં ચંદનના માથાની વેણી ધરતીયે પડી તે શેઠે ઉપાડી ઉંચી લીધી. તે પહેલી દુરાચાર સ્ત્રીમેં દીઠી, અને મનમાં ચિંતવવા લાગી જે શેઠ એની વેણીયે મેહ્યો