________________
૧૮૬
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબાદ
તવાદી થયું. તથાપિ પાછા ઉખેડી નાખવા માંડયા. તેવારે ઇંદ્રે રકારીને કહ્યું કે હે હરામખાર! ભગવતનું વચન ખાટું કરવા જાય છે? તે સાંભલી ગેાશાલેા ક્રોધ પામી વિશેષ ઉપસ કરવા લાગેા. હવે સ્વામી બ્રહ્મગામે ગયા. તિહાં બ્રાહ્મણની એ શેરીયા છે. એકનદના વાસ અને બીજો ઉપનંદના વાસ. તે મધ્યે નંદને પાડે પ્રભુ ગયા. ત્યાં પરમાને પારણુ પ્રતિલાભ્યા. અને ગેાશાલેા ઉપનંદને પાર્ડ ગયા, તિહાં વાશી અન્ન સાત દિવસની ઘેંશ મલી. તેથી ગેાશાલે કાપ્યા થકા કહેવા લાગેા જે મહારા ધર્માચાર્યના તપતેજે તાહારા વાસ ખલીને ભસ્મ થો તે તેમજ થયું.
પછી ભગવાન કુમાર ગ્રામે પધાર્યા. તિહાં વૈશ’પાયન નામે તાપસ છે તેણે આતાપના લેવા સારૂ જટા માકલી મૂકી છે. તે જટામાંહે ઘણી જુ દેખીને ગેાશાલે હાંસી કરી કે તમે તેા જુના ઘર છે. તે તાપસે. ક્રોધ થકી ગેાશાલા ઉપર તેજલેશ્યા મૂકી. તેવારે ભગવાને દયાયે કરી શીતલેશ્યાયે કરી તેજલેશ્યા નિવારી. પછી ગેાશાલાયે સિદ્ધાર્થ ને તેજોલેશ્યાના ઉપાય પૂછ્યા. તેવારે' સિદ્ધાર્થે કહ્યો કે આતાપના પૂર્ણાંક છઠ્ઠ તપ કરી એક મુઠી અડદ અને એક ચલુ ઉષ્ણુ પાણીયે પારણુ કરતા પુરૂષને છ માસને છેડેડ તેજલેશ્યા ઉપજે. એ સામાન્યવિધિ ધારણ કરી ગેાશાલેા અનુક્રમે ભગવતથી જૂદો થઇને તેજાલેશ્યા સાધી, તથા પાર્શ્વનાથના શિષ્ય પાસે અષ્ટાંગ નિમિત્ત શીખી આજીવિકા પંથ થાપીને સાવચ્છી નગરિયે વિચરે છે, અને લેાકાને હું જિન છું, એમ કહેતા તીર્થંકર