________________
આઠમું માસું.
' ૧૮૫
રાશી સુતે. તેવારે પૂજારે કૂટયો. તિહાંથી મર્દનગ્રામેં વાસુદેવને દેહરે ગોશાલે તેમજ મૂર્તિ ઉપર પુરૂપ ચિન્હ કર્યું. ત્યાં પણ માર ખાધે. તિહાંથી પ્રભુ ઉન્નાગગામેં જતા રસ્તામાં કોઈ એક નવ પરણિત વધૂને તેડી જાય છે. તેમાં વરના દાંત મોટા હતા અને વહુ કાણી હતી. તે જોઈ ગશાલે હસ્યો અને બોલ્યા કે આતે દેવેં સરખી જોડી મેલવી છે. તેણે ગોશાલાને માર આપી વંશનાલમાં નાંખે.
૮ તે વાર પછી આઠમું માસું રાજગૃહી નગરીયે ભાગવંત રહ્યા. તિહાં માસી તપ કીધું. પારણું કરીને પછી નવમે માસે પ્રભુ વજભૂમિયે અનાર્ય દેશે ગયા છે. તિહાં ઘણું ઉપસર્ગ સહન કર્યા. ત્યાં આહાર વિના છ માસી ત૫ થયું છે.
એકદા ભગવાન કુમાર ગ્રામેં જતાં માર્ગમાં તિલને છોડ દેખી ગોશાલે ભગવંતને પૂછયું. એ તિલનો છોડ નીપજસે કે નહીં નીપજે તેવારેં પ્રભુ બોલ્યા, એ સાત તિલના ફૂલના જીવ મરીને એકસિંઘને વિષે તિલ થાશે. તે સાંભળી શાલે ભગવંતનું વચન મિથ્યા કરવા સારૂ છોડ ઉખેડી વેગલ મૂકો. પછી કેટલેક દિવસેં છેડ ગાયની ખરીમેં ચંપાણો, તેથી ધરતીમાં પેઠો. પછી તે છોડ વષદના નેં પાછો ઉભે થયે.
કરી કેટલેક દિવસે સિદ્ધાર્થ પુરે જાતાં તે માર્ગે પ્રભુ આવ્યા. તેવારે શાલે તિલને છોડ ઉગે દીઠે. તેને વિદારતાં તે માટે સાત તલ દીઠા. તેથી ગોશાલાનું મન દઢ નિય