________________
શ્રી કલપસૂત્ર વાંચન વિધિ. નિવારક છે, મનવાંછિત પૂરનાર છે, માટે જે ભવ્ય જીવ, પ્રમાદ, નિદ્રા, વિકથા, છાંડીને એ કલ્પસૂત્રને તપસ્યાવંતથકે બેલાનું અથવા તેલાનું તપ કરીને સાંભલે, વાંચે તે પ્રાણી બાર દેવકના સુખને ઉલંઘીને મુક્તિસ્ત્રીનાં સુખ ભેગવે. શ્રીજીવાભિગમ મધ્યે કહ્યું છે કે પર્યુષણ પર્વ આવ્યાં થકાં દેવતાના ઈંદ્ર જે છે, તે પણ ભલા થઈને શ્રીનંદીશ્વર દ્વીપને વિષે જઈને અઢાઈ મહત્સવ કરે છે. તેમ અહીં પણ રૂડા શ્રાવક, શ્રાવિકાયૅ એ કલ્પસૂત્રને અઠ્ઠાઈ મહોત્સવ કરો. गुरु करे वांवना, सुगेसह भविनना, कर्मनिकाच ना, पाचनाए। प्रथम जिनशासने,रुजु जड प्राणीया,वीरना वक्र जड,बहुजनाए॥
અર્થ –-હવે પૂર્વોક્ત રીતે રાત્રિ જાગરણ કરીને કલ્પ સૂત્ર પાછું ગુરૂને આપીયે, પછી (ગુરૂકવાંચના કે) ગુરૂ પણ શ્રીસંઘ સમક્ષ ક૯પસૂત્ર વાંચી સંભળાવે અને (સુણેસહૂભવિજના કેટ ) સર્વ ભવિજનરૂપ સંઘ સાંભલે. એ વખાણ કહેવું છે ? તો કે (કર્મનિકાચના કે) નિકાચિત એવાં જે ચાર ઘાતિકર્મ છે, તે કર્મોને (પાચનાએ કે) જીપનાર એવું છે. હવે આ ગ્રંથને વિષે (પ્રથમજીનશાસને કે) પહેલા શ્રી ઋષભદેવ જન તેના શાસનને વિષે (જુ કે) ભેલા ભદ્રક અને વલી (જડ કે.) મૂર્ખ, એવા (પ્રાણિયા કે.) પ્રાણી જાણવા તથા (વીરના કે) શ્રીવીર ભગવાનના શાસનના (વક કે) વાંકા અને (જડબહુ કે) ઘણું મૂર્ખ એવા (જનાએ કે) જન જાણવા, એટલે પ્રથમજીનના વારાનાં માણસ, રુજુ અને જડ હતાં તથા છેલ્લા જીનના વારાનાં મનુષ્ય, વક્ર અને જડ હતાં અને બાવીશ તીર્થકરના