________________
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ વારાનાં મનુષ્ય, રુજુ અને પંડિત હતાં. તિહાં પ્રથમ જીનને વારે પ્રતિબંધ પમાડે દુકર અને છેહેલા જીનને વારે પાલવું દુઃકર હતું અને બાવીશ જીનને વારે તે પ્રતિબોધ. પણ સુલભ પામતા હતા તથા પાલવું પણ સહેલું હતું.
પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ તેના સાધુ જે રુજુ અને જડ કહ્યા, તે દષ્ટાંતે કરી વખાણે છે. પ્રથમ તીર્થંકરને વારે યતિ સ્થંડિલ ભૂમિ ગયા હતા, તે ગુરૂ પાસેં મેડા આવ્યા, તેવારે ગુરૂ પૂછયું, તમને ઘણે વખત કેમ લાગો? તે સાંભલી સાધુ બેલ્યા, સ્વામી ! નાટકીયા લોક, રમત કરતા હતા તેને જોવાને ઉભા હતા તેથી વખત લાગે તેવારે ગુરૂ બેલ્યા, નાટક જેવા ઉભું રહેવું, એ આપણે આચાર નથી. તે સાંભળી સાધુ બેલ્યા તહત્તિ, એટલે જેમ તમે કહ્યું તે પ્રમાણ છે. ફરી કઈ એક દિવસને વિષે તેહીજ. સાધુ સ્પંડિલ ભૂમિકાથી અસુરે આવ્યા, તેવારેં ગુરૂ બોલ્યા કે આટલે વખત કેમ લાગે ? તે સાંભલી રાજુપણુથી સાધુ બોલ્યા કે હે મહારાજ ! અમેં આજે નટડી જેવા ઉભા. રહ્યા હતા, તે સાંભળી ગુરૂ બોલ્યા કે તમને પૂર્વે ના કહી હતી, તેમ છતાં કેમ જેવા ઉભા રહ્યા? તેવારે શિષ્ય જડ છે માટે બોલ્યા તમે તો નાટકિયા જોવાની મનાઈ કરી હતી પણ નટડી જેવાને તે મનાઈ કરી ન હતી? તે સાંભલી ગુરૂત્યે કહ્યું કે અરે જડ! મૂર્ખા! નાટકીઆ વર્યા તેવારે નટડી તે વલી વિશેષે નજ જેવી.
હવે વલી બીજે કેકણદેશીય દષ્ટાંત કહે છે. કેકણ દેશને વિષે કેકણ નામે વણિક હતા. તેણે પુત્રાદિક કુટુંબ