________________
૧૬૦
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધ:
જમાઇ, એ છ વસ્તુ વાલી હૈાય છે. અહીં વિવિધ ભાતનાં વાછત્ર સાંભલીને કાઇએક સ્ત્રી કસ્તૂરી આંખે આંજે, કાજલ ગાલે લગાડે, ગલામાં કિટમેખલા અને હાર કેડે પહેરે, જાજર હાથમાં ઘાલે, પગે કાંકણુ પહેરે, ચંદનરસ પગે ચાપડે, અલતાને રસ ડીલે લગાડે. વલીમામાં રાતાં એવાં પરનાં ખાલકને પણ પેાતાના જાણી તેડી નીકલે, ઘાટડી પહેરે અને પહેરવાનું વસ્ત્ર આઠે ! સ પહેરવાનાં વસ્ત્રને તાણી બાંધે, તે વસ્ત્ર વાયરે ઉડી જાય. તેણે કરી નવવધૂ માલ કુમારી સરખી દેખાય ! કાઇએક સ્ત્રી અ તિલક કરે, કાઇકને એક કાનમાં ભૂષણ હેાય, ખીજા કાનમાં પહેરવા ન પડખે. કોઇએક એક પગ ધેાવે કેઇએક એક આંખ આંજતી, કાઇએક જમીને ચલુ ન લેતી, કાઇએક એક ખાંડે કચુકી પહેરી, એવી ઉતાવલથકી સ્ત્રીએ જોવા નીકલી છે.
હવે ભગવતના મુખ આગલે પ્રધાન દેવતા નદીવન ભાઈ તથા ઘણા મનુષ્ય સ્તુતિ કરતા થકા ચાલે છે. આગલ હજાર પતાકા સહિત ઇંદ્રધ્વજ ચાલે તથા પૂર્ણ કલશ, આઠમાંગલિકાદિક આગલ ચાલે. તથા એક શે ને આઠ હાથી, તથા પતાકા અને વાજીંત્ર સહિત શસ્ત્ર ભરેલા એક શે! ને આઠ રથ, તેપણુ સહુ આગલ ચાલે. બીજા પણ અનેક ઘેાડા, હાથી, રથ, અને પાલા, કટક ચાલે. તથા કુંતગ્રહા, ખડ્ગા, બાણુગ્રહા, તીરગ્રહા, ગાણુગ્રહા, હાસ્યકારિકા, નમકારિકા, વાશકારિકા, જ્ઞાનકારિકા, વિનેદકારિકા તથા ઘણા રાજાના ક્ષત્રિય, માંડલીક, કોડખિક, શેઠ, સેનાપતિ,