SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ દક્ષા મહોત્સવ. પ્રભુની ધાવિ અંબા ઉપકરણ લેઈ બેસે. પાછલ એક ભલી સ્ત્રી, શોલ શણગાર કરી હાથમાં છત્ર લેઇ ધરે. ઈશાનકેણું એક સ્ત્રી જલેં પૂર્ણ કલશ લઈ બેસે. અગ્નિકેણે એક સ્ત્રી, મણિમય વિચિત્ર વીંજણે લેઈ ભદ્રાસને બેસે. તેવાર પછી નંદીવર્ધ્વન રાજાની આજ્ઞાથી સહસ્ત્ર પુરૂષ શિબિકા પ્રત્યે ઉપાડે. અત્રાંતરે શકેંદ્ર શિબિકાની જમણી ઉપલી બાંહ ઉપાડે. ઈશાનેંદ્ર ઉત્તરની ઉપલી બાંહ ઉપાડે. અમરેંદ્ર જમણી હેઠી બાંહ ઉપાડે. બલીંદ્ર ડાબી હેઠી બાંહ ઉપાડે. શેષ ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિકના ઈંદ્ર યથા ગ્ય શિબિકા ઉપાડે. વલતું શક અને ઈશાનંદ્ર વિના બીજા ઈદ્ર ઉપાડે. તેવારેં ઇશાનેં ચામર વીંજે. તિહાં પ્રથમ તે શિબિકાને મનુષ્ય ઉપાડે. પછી સુરેંદ્ર. અસુરેંદ્ર, નાગૅદ્ર, ઉપાડે. પંચવર્ણનાં ફૂલ ઉછા દેવદુંદુભિ વજા. દેવતા હર્ષ પામ્યા આકાશે રહ્યા થકા નૃત્યાદિક કરે. જેમ વનખંડ ફૂલેં શોભે, જેમ પદ્મસરોવરમાં શરકાલેં કમલ શેભે, તેમ દેવતા આકાશે શુભતા હવા. જેમ અલશીનું વન, કણ ચરનું વન, ચંપાનું વન, ફૂલેં કરી શેભે, તેમ ક્ષત્રિયકુંડ ગામથી માંડીને દેવતાના ભવન પર્યત દેવ દેવીઓમેં કરી આકાશ સંકીર્ણ થયું થયું શોભે છે. પ્રધાન પડતુ, ભેરી જલ્લરી, દુંદુભિ ઈત્યાદિક શંકડામે વાછત્ર આકાશે તથા ધરતી વાજી રહ્યાં છે. વલી ઘરના વ્યાપાર ધંધે મૂકી મનુષ્યનાં વૃંદ જોવા મળ્યાં છે, સ્ત્રીઓ પણ પોતપોતાનું કામ મૂકી વાજીત્રને શબ્દ સાંભલી ઘણી વિહલ થઈ છે. કારણ કે પ્રાયે સ્ત્રીઓને કલશ, કાજલ, સિંદૂર, વાજીત્ર, દૂધ અને
SR No.023158
Book TitleParyushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Udaysagar
PublisherAmrutlal Oghavji Shah
Publication Year1940
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_kalpsutra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy