________________
શ્રી વદ્ધમાન નામકરણ :
૧૪૯
કુટુંબ, સગા સંબંધીની ભક્તિ વિવિધ પ્રકારની કીધી. ઈતિ ભજન તથા આભરણ વિધિ.
- હવે બાલકનું શ્રવદ્ધમાન એવું નામ દીધું. તે વખાણે છે. હવે તે મિત્ર ન્યાતી, ગોત્રી, સ્વજન, પિતરીયા પ્રમુખને સિદ્ધાર્થ રાજા એવું કહેવા લાગી કે હે દેવાનુપ્રિયો ! અમારે એ પુત્ર ગર્ભને વિષે આવી ઉપના પછી અમેં અણઘડે સેને કરી, ધાન્ચે કરી, રાયૅ કરી, વાહને કરી, મનુષ્યના સત્કારે કરી, અત્યંત ઘણુ વૃદ્ધિ પામ્યા તથા સામંત જે સીમાડાના રાજા, તે પણ વશ થયા. તેથી પૂર્વે અમેં એવું ચિતવ્યું હતું જે એ બાલકનો જન્મ થાશે તેવારે એ બાલકનું નામ રૂપ ગુણે કરી પ્રધાન નિષ્પન્ન આપીશું, તે ભણી અમારા મનોરથ સિદ્ધ થયા, તે માટે અમેં એ કુમરનું વદ્ધમાન એવું નામ આપીયે છેર્યો. તમે પણ એ કુમરને શ્રીદ્ધમાન કુમર એવા નામેં બેલાવજે. એ રીતે સંબંધી સર્વને શિરપાવ પહેરામણી કરીને બાલકનું નામ સ્થાપન કર્યું. પછી તે સર્વને વિદાય કર્યો. ઈતિશ્રી વદ્ધમાન નામસ્થાપન સંપૂર્ણ છે
તે શ્રવદ્ધમાન ભગવાન કહેવા છે ? તે કે સાતહાથનું મહાકું શરીર છે જેનું, વલી સમરસ સંસ્થાન છે, સુવર્ણ વર્ણ દેહની નિર્મલ કાંતિ છે, વજ ઋષભનારાચ સંઘયણ છે, એવા ભગવાન છે.
હવે ભગવંતનું બીજું શ્રી મહાવીર ભગવાન એવું નામ દેવતાયૅ દીધું તે સંબંધિ અધિકાર કહે છે. તે ભગવાન દિવસે દિવસે વધતા દાસી દાસે પરવર્યા થકા, ક્રીડા કરતા