________________
મુખવાસ તથા પહેરામણીનું વર્ણન.
૧૪૭ વલી સખરાં કરંબા ભરી આણને પીરસ્યાં, તે કરંબામાંહે ઘણી રાઈ, જમતાં ઢીલ ન કાંઈ, ઉપર છરા લુણને પ્રતિવાસ કરણહારી પણ ખાસ.
હવે ચલુ કરાવનાં પાણી કેવાં આવ્યાં, તે કહે છે. કેવડાની વાસનાં પાણી, કાથાનાં પાણી, કપૂરે વાસ્યાં પાણી, ચંદને વાસ્યાં પાણી, પાડલે વાસ્યાં પાણી, સુગંધી પાણું, ગંદકનાં પાણી ચંદને નિવાસ્યા પાણી, એલચી નિવાસ્યાં પાણી, ઈત્યાદિક પાણી કરી ચલુ કર્યા.
હવે મુખવાસ દીધાં તે કહે છે, વાંકડી સોપારી, ચીકણી સોપારી, તે પણ કેશર વરણુ, કપુરે વાસિત, વલી તીખાં, લવિંગ, જાવંત્રી, જાયફલ, મોટા ડેડા, એલચી, પાકાં નાગરવેલનાં પાન, તે વલી કાથા ચૂનાં સહિત દીધાં, વલી ઘણું આદર સન્માન, ઘણાં ગીત ગાન, ઘણાં તાનને માન.
હવે કઈ કઈ જાતિનાં કઈ કઈ ભાંતિનાં વસ્ત્રોની પહેરામણું કરી, તે કહે છે. દેવદુષ્યવસ્ત્ર, રત્નકંબલવસ્ત્ર, પાંભડી, ખીરાદક, અટાણાં સેલાં, અધોતર, મૂલસબી, મખમલ્લ, ચિણીયાં, બુલબુલ, ચસમા, પાટુ, ટસરિયા, શણયા, લેખ, નારીકુંજર, પટ્ટહીર, પટસીઉલી, પંચસઈયા, ફૂલ ફગર, ફૂલકારી, દેરીયા, જાદર, ચાદર, નેત્રપટ્ટ, છેતી પટ્ટ, રાજપટ્ટ, ગજવડી, સુવર્ણવડી, હંસવાડી, કાલવડી, ભુઅગ્નિઆ, પટકૂલ, પટ્ટહીરસાડી, ઘાટડી, ચીર, કુમખાવ અતલશલાહિ, ખારાચીની, પાપડીઆં ચીની, થીઆ ગુઆગરી, આસણ આ આગરાઈ, સણલીપટ્ટણી, મશરૂ તાસ્તા, શાલ, દુપટ્ટા, ત્રપટ્ટા, બાસ્તા, કડી, મુગટા, છાયેલ, નારીકુંજર, સાડલા,