________________
૧૪૬
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ
કેરડાં, લીલાં મરચાં, નીલી પીપર, નીલી રાયણ, ખાટાં, ખારાં, મલા, ગલ્યાં, તલ્યાં, વઘાર્યા, યુગાર્યા, છમકાર્યા, વલી પીરસી ભાજી, તે ઉપરે સહુકે રાજી છે તે કેણ જાતની તે કહે કે, સરસવની ભાજી, સૂવાની ભાજી, મૂલાની ભાજી, ચણાની ભાજી, ચીલની ભાજી, મેથીની ભાજી, થેગીની ભાજી, અફીણની ભાજી, તાંલની ભાજી.
હવે વડાં કઈ કઈ જાતનાં પીરસ્યાં? તે કહે છે. મરચાનાં વડાં, તલ્યાં વડાં, કેરાં વડાં, કાછોલવડાં, ઘોલ વડાં, મગની દાલનાં વડાં, ચોલાની દાલનાં વડાં, અડદનાં વડાં, ઘણે જેલે ભીનાં, ઘણે તેતેં સીનાં, મરચાંના ઘણું ચમત્કાર, અત્યંત ઘણા સુકુમાર, હાર્થે લીધા ઉછલે, મુખેં ઘાલ્યાં તરત ગલે, ઘણું શું કહિયે એ વડાં એવાં તો છે, કે જેને ખાવાને અર્થે ઘણું દેવ દેવિઓ પણ ટલલે છે. હવે પલેવ પીરસી, તે કહેવી છે? ચેખાની પલેવ, જુહારની પલેવ, બાજરીની પલેવ, ગહુંની પલેવ, હલદીયા પલેવ, પીંપલીયાં પલેવ, સુંઠીયા પલેવ, સબડકીયા પલેવ.
હવે ભજન જમતાં વચમાં પીવાનાં પાછું આવે છે, તે કહે છે. સાકરનાં પાણી, દ્રાખનાં પાણી, ખાંડનાં પાણી, ગંગાનાં પાણી, પાલર પાણી, કપૂરે વાસ્યાં પાણી, એલચીયે વાસ્યાં પાણી, ટાઢાં સીતલ પાણી, હીમનાં પાણી. ' હવે દહી અને દહીનાં ઘેલ આર્વે, તે કહેવાં છે ? તે કહે છે. ગાયનાં દહીં, ભેશનાં દહીં, કાઠાં જામ્યાં દહીં, મધુરાં સખરાં, સજીરાલાં, સલવણ, જાડાં ઘોલ, તેનાં ભર્યા કલ, ચાવલશું જમતાં, થયા રંગરેલ છે