________________
૧૫
જમણનું વર્ણન. પીરશી, તેનાં નામ કહે છે. મંડેરની દાલ, મુગની દાલ, કાબજી ચણાની દાલ, ગુજરાતી તુયરની દાલ, અડદની દાલ, જાલરની દાલ, મઠની દાલ, વણે પીલી, પરિણામેં સીલી, વલી પરિગલ વૃત પીરસ્યાં તે કહેવાં છે? તે કે આજના તાવ્યાં, એવા ગાયનાં ઘી, ભેશનાં ઘી, પીલા વરણનાં ઘી, નાકે પીયાં ઘી, મજીઠવણું ઘી.
હવે પોલી પીરસી, તે કહેવી છે ? તે કે આછી પિલી, ઘીમાંહે જબોલી, ફૂંકની મારી ફલસી જાય, એકવીશ પોલીને એક કેલીઉં થાય છે છો મુરકી મોતીચૂર, સેવક્ષિણ સાકર સરખી, ખાજાં ખુરમાં ખાંડ, પ્રિયા તિહાં પીરસે હરખી છે કેલા તણી કાતલી, અંબરસા મૂકે ઘેલી છે ઘલ ઘલ ઘીની નાલ, પીરસે પાતલી પોલી છે સાલ દાલ બહુસાલણાં, ગેરસ કરબે ચિત્ત ઠર્યું છે ઋષભ કહે એ જમણ કર્યું, બાકી સઘલું એજે બયું છે ૧. ચેલા મરટો તેલ, સાક વિણ નિત્યે સારે છે પીરસેં ભૂંડી નાર, પેટ કહે કેણી પ ઠારે છે ઉપર ઢીલી હૅશ, છાસ પણ પીરસે પાણી છે સિંધવ નહીં લગાર, કિશું કહે કમની કાણી આહાર શેર અઢી તણે, સેર સવા દોહિલે લહે કવિ કાષભ કહે એ જે બયું, જન એહને કુણ કહે
હવે શાક પીરસ્યાં તેનાં નામ કહે છે. નીલી ડેડીનાં શાક, ટિંડસીનાં શાક, ચીભડાના શાક, કેહેલા, કકડાં, કરમદાં, કાલિંગડાં, કેલાં, કારેલાં, આરિયાં, તુરિયાં, ખડબુજા, વેંગણ, મેઘરી, નીંબુ, આંબલીયા, વાલ, ચેલાની ફલી, સરગવાની શિંગ, આસાંગરી, કાચરી, આમલાં, કેરનાં ફૂલ,
૧૦