________________
૧૪ર
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ લેક-સર્વેષધીમિશ્રમરીચિજાલ, સર્વપદ સંહરણે પ્રવીણઃ i કરોતુ વૃદ્ધિ સપિ વંશે, યુગ્મકમિંદુ સતત પ્રસન્ન: ૧ તેવાર પછીચંદ્રમાની સ્થાપેલી મૂર્તિને વિસજજો. કદાપિ તે રાત્રિયે ચાદશ અથવા અમાવાસ્યા હોય, અથવા વાદલ હોય, તે પણ તે સાંજે જે વિધિ કહ્યો, તે કરે. પછી બીજી રાત્રિયે ચંદ્રમા દેખાડે તિહીજ દિવસેં પ્રભાતેં સુવર્ણની અથવા ત્રાંબાની મૂર્તિ સૂર્યની કરાવે. તેને પૂર્વલી પરે થાપી વિધિપૂર્વક મંત્ર ભણે, તે કહે છે. ૩૪ અ સૂસિ, દિનકરસિ, તમે પહાસિ, સહસ્ત્રકિરણસિ, જગચ્ચક્ષુરસિ, પ્રસિદાયકુ લક્ષ્ય તુષ્ટિ પુષ્ટિ પ્રમોદ કુરુ કુરુ સ્વાહા”
એ સૂર્ય મંત્ર ઉચ્ચરીને ગુરૂમાતાને તથા પુત્રને સૂર્ય દેખાડે. પછી માતા પુત્ર સહિત ગુરૂને પગે લાગે, ગુરૂ આશીર્વાદ આપે. લોકો સર્વ સુરાસુરવંદ્યા, કારયિતા સર્વ ધર્મકાર્યા છે
ભૂયાત્ ત્રિજગચ્ચક્ષુ, મંગલદસ્તે સપુત્રાય ૧ ઈતિ ચંદ્ર સૂર્ય દર્શન વિધિ: સમાપ્ત: એ વિધિ પૂર્વે હતે, હમણાં તે ચંદ્ર સૂર્યને સ્થાનકે બાલકને આરીસે દેખાડે છે, માટે બાલકની માતાને યથા સંપત્તિર્યો એ વિધિ કરે.
એ રીતે દશ દિવસ ભગવાનને થયા પછી દશ ઉઠણ કરે, પછી બારમે દિવસેં સમસ્ત પોતાના મિત્ર, જાતિ, ગોત્રી, પિરિયા, સગાં, સંબંધી, દાસ, દાસી તથા સર્વ નગરને નેતર્યા. પછી સ્નાન, મજ્જન કરી પોતાની કુલ દેવીની પૂજા કરે, કૌતુકતિલક પ્રમુખ માંગલિક કાર્ય કરે, પ્રાયશ્ચિત્ત ટાલે, ભલાં પટકુલાદિકનાં વસ્ત્ર પહેરે, જેમાં થોડે ભાર હોય