________________
૧૩૮
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધ કે નાના બાળક થકા શ્રીવીર ભગવાન, એવડા જલાભિષેક કેમ સહન કરી શકશે? એવું જાણું અભિષેકને આદેશ ન દેતા હવા. તેવારે ભગવંતેં અવધિના બેલેં કરી ઈદ્રનું શંકિત મન જાણીને અરિહંતપણાનું અતુલ્ય બલ જણાવવા નિમિત્તે બાલરૂપે ડાબા પગને અંગુઠે મેરૂ ચાંપે. તેથી મેરૂપર્વત કંપે, સકલ ધરતી થરહરવા લાગી, પર્વતના શિખર તૂટવા લાગાં, સમુદ્ર લાચલ થયો, બ્રહ્માંડ ફેટ સરખો શબ્દ થયો. તેવારેં ઈદ્ર ક્રોધ પામે થકે કહે છે, કે અરે આ હર્ષના સમયને વિષે આ વિષાદ કેણું કર્યો છે? વલી પ્રભુના જન્મ સમયે એવું થાય નહીં, તે કેમ થયું? એમ વિચારી અવધિ પ્રયુજીને જોયું તે પ્રભુની શક્તિ જાણી, ઈદ્ર પગે લાગી અમાવીને સ્તુતિ કરવા લાગે.
છે ભુજંગપ્રવાત છંદ છે સુણો વીર્ય બોલું વિશાલે વિબુધે, - નરેં બાર યોદ્ધે મલી એક ગોધે છે દશે ગોધલે લેખ એક ઘડે, - તુરંગેણ બારે મલી એક પાલે છે દશે પંચ મહિષો મદોન્મત્ત નાગો,
ગજા પાંચશે કેશરી વીર્ય ત્યાગે છે . હરિ વીશ વીર્ય અષ્ટાપદેકે,
દશ લક્ષ અષ્ટાપદે રામ એકે છે ભલા રામયુમેં સમ વાસુ દેવ,
દ્વિતીય વાસુદેવું ગણું ચક્રિ લે છે