SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વીરની સહનશક્તિ વિષે ઇન્દ્રને સંશય. ૧૩૭ એકશને બત્રીશ સૂર્ય ચંદ્ર, ધરણેન્દ્ર ભૂતાનંદ્રની બાર ઈંદ્રાણી, વ્યંતરની ચાર ઈદ્રાણી, અમરેંદ્ર બલીદ્રની દશ ઈંદ્રાણી, જ્યોતિષીની ચાર ઈંદ્રાણી, સૌધર્મ ઈશાન એ બેની શોલ ઈદ્રાણ, સામાનિક દેવોને એક, ત્રાયદ્ગિશકનો એક, લેકપાલના દેવના ચાર, અંગરક્ષક દેવને એક, પર્ષદાના દેવને એક, પ્રજાના દેવનો એક, અને સાત કટકના દેવને એક, એમ સર્વ મલી બશે ને પશ્ચાશ અભિષેક થાય. તે એકેક અભિષેકે શઠ હજાર કલશ હોય. તે વારેં ચોસઠ હજારને અઢીશે ગુણ કરતાં, એક કોડને શાઠ લાખ કલશ થાય. એ એકેકા જાતિના કલશ, પચ્ચીશ જન ઉંચા, બાર જન પહેલા, અને એક જનનાં નાલવા વાલા જાણવા. એવા કલશ, તેમજ વલી ભગાર, દર્પણ, રત્નકંરડીઆ, ચાલ, પાત્રિકા, પુષ્પ અંગેરી ઇત્યાદિક પૂજાનાં ઉપકરણ પ્રત્યેકે એક હજારને આઠ પ્રમાણે જાણવાં. તથા મગધાદિક તીર્થનાં જલ, ગંગા પ્રમુખ નદીઓનાં જલ, પદ્મ દ્રહનાં જલ, ક્ષુલહિમવંત, વૃક્ષધર, વૈતાઢય, વિજય, વક્ષસ્કાર, દેવકુરૂ, ઉત્તરકુરૂ, ભદ્રશાલ અને નંદનવન પ્રમુખના સર્વ ફલ, પ્રધાન ગંધ, સર્વ ઔષધિ, પાણી પ્રમુખ અભિષેક દેવતા પાસેંથી અમ્યુરેંદ્ર અણુવે. ક્ષીરસમુદ્રના જહેં ભરી કલશ, હૃદય આગલા લીધા થકા દેવતા એવા શોભે છે કે જાયેં સંસાર સમુદ્રને તરવાને અર્થે કુંભ ધર્યા હેય નહીં? એવા શોભે છે. એટલે ભાવવૃક્ષને શચે છે કિંવા પિતાને પાપરૂપ મલ ધાય છે, અથવા ધર્મરૂપ પ્રાસાદ ઉપર કલશ ચઢાવે છે, કે શું? હવે એવા અવસરને વિષે, ઈદ્ર મહારાજના મનમાં સંશય ઉત્પન્ન થયે
SR No.023158
Book TitleParyushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Udaysagar
PublisherAmrutlal Oghavji Shah
Publication Year1940
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_kalpsutra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy