________________
૧૩૨
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ આઠ દિગકુમારિકાઓ રૂચકદ્ધીપની ઉત્તરદિશાને વિષે વસનારીઓ છે, તે આવી ભગવંત તથા ભગવંતની માતાને નમીને ભગવંતની બે બાજુયે ચાર ચાર ઉભી રહી હાથમાં ચામર લેઈને પ્રભુને ઢેલે. તથા વિચિત્રા, ચિત્રકનકા, તેજા અને સુદામિની, એ ચાર દિગકુમારિકાઓ રૂચકદીપની વિદિશિને વિષે વસનારી છે, તે આવીને ભગવંત તથા ભગવંતની માતાને નમીને દી હાથમાં ગ્રહણ કરીને ઉભી રહે. તથા રૂપા, રૂપાસિકા, સુરૂપા અને રૂપકાવતી, એ ચાર દિકુમારિકાઓ મધ્યસૂચકે વસે છે, તે આવી ભગવંત તથા ભગવંતની માતાને નમીને ભગવંતનું ચાર અંગુલ પ્રમાણ નાલ છેદીને ધરતીમાંહે ખાડો ખણીને દાટે, તેના ઉપર વૈર્ય રત્નની પીઠિકા બાંધે. તે વાર પછી જન્મગૃહથકી વેગલાં પૂર્વ દિશે દક્ષિણ દિશે અને ઉત્તર દિશે, એ ત્રણે ઠેકાણે ત્રણ કેલીનાં ઘર કરે. પછી દક્ષિણ કેલીગૃહમધ્યે ભગવંત તથા ભગવંતની માતા, એ બેહુને લાવીને તેમને સુખ ઉપજે, એવું મર્દન કરે. પછી સ્નાન કરાવીને પૂર્વદિશિના કેલીગૃહમાં આણી, ભગવંત ઉપ મોહ જાણી વસ્ત્રાલંકાર પહેરાવે. તે વાર પછી ઉત્તર દિશિના કેલીગૃહમાં આણને તિહાં અરણીકાષ્ટથી અગ્નિ પાડી ચંદનના કાષ્ટને હોમ કરી, રક્ષાની પિટલી ભગવંત તથા ભગવંતની માતા એ બહુના હાથમાં બધે. બાંધીને, હે ભગવન ! પર્વતાયુર્ભવ, એવી આશીષ આપે. પછી પાષાણુ, ગોલા આસ્ફાલી ગીત ગાન કરી ભગવંત તથા ભગવંતની માતાને જન્મસ્થાનકે મૂકી પાછી પિતા પિતાને સ્થાનકે જાય. એ એકેકી દિગકુમારિકાને ચાર ચાર