________________
૧૩૦
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેાધ:
મદૅ પવન ખાજવા લાગ્યા, તથા દિસિ વાસી ઉપન્ન કુમારિકાનાં આસન ચલાયમાન થયાં. પછી તે અવધિજ્ઞાને કરી પ્રભુના જન્મ થયા જાણીને પાતપાતાના પરિવાર સહિત ભગવતના જન્મ મહેાત્સવ કરવાને આવી મલે. અહી સુધી ચાર વખાણુ કહ્યાં. તિહાં પ્રથમ વખાણુને વિષે શ્રીમહાવીર સ્વામીના પાંચ કલ્યાણકનાં નામાદિક કહ્યાં. તથા બીજી વાંચનાને વિષે દશ અચ્છેરાં કહ્યાં. ત્રીજી વાંચનાને વિષે સુપનનું વર્ણન કહ્યું. ચેાથી વાંચનાને વિષે શ્રી મહાવીર સ્વામીનું જન્મ કલ્યાણક કહ્યું.
હવે પાંચમી વાંચનાને વિષે પ્રભુના જન્મ મહેાત્સવ તથા નીશાલગરણું, તથા દીક્ષા કહીશું. તિહાં પ્રથમ તે શ્રીભગવંતને જન્મ મહેાત્સવ કહે છે. તેમાં પણ પ્રથમ છપ્પન દિશિકુમરીયે કરેલા જન્મ મહેાત્સવ કહે છે. તિહાં ભગવાનના જન્મ થવાથી છપ્પન દિગકુમારિકાનાં આસન કપાયમાન થયાં. તેવારે અવધિ પ્રર્યુજી ભગવાનના જન્મ થયે જાણી, તે રાત્રે તિહાં આવે, : તેનાં નામ કહે છે. રૂચક દ્વીપની વસનારી ચાર દિશાની આઠ આઠ, તથા એ દિશિની ચાર ચાર અને ઊર્ધ્વ તથા અધા દિશિની આઠે આઠ, મલી છપ્પન દ્વિગૃકુમારિકા તે રાત્રે તિહાં આવે, તે જે જે કૃત્ય કરે, તે કહે છે. ત્યાં પ્રથમ ભાગગકરા, ભાગવતી, સુભાગા, ભાગમાલિની, સુવા સમિત્રા, પુષ્પમાલા અને અનદિતા, એ આઠ દિગકુમારિકાએ અધેાલેકે ગજદતાકાર પર્વતની હેઠે વસનારી છે, તે આવીને ભગવ ંતને તથા ભગવંતની માતાને નમસ્કાર કરી, ઇશાનકાણે એક ચેાજન, ચાર ગાઉ