________________
પાટો છાજરાન છે
તે સાંભળી
ભટ્ટાચાર્યનો ગાંગુલી સાથે વાદ.
૧૧૧ અંગુલી ઉંચી કરી દેખાડી. તેવારે ગાંગે મુષ્ટિ કરી દેખાડી. તે જોઈ દક્ષિણ ભટ્ટાચાર્યો માથેથી અંકુશ ઉતાર્યો, પિટથી પાટો ડી નાખ્યો, નિશરણું ભાંગી નાખી, કદાલ નાખી દીધી. તેવા ભેજરાજામેં પૂછ્યું કે હે ભટ્ટજી ! તમે શ્યો વાદ કર્યો કે જેથકી હારી ગયા ? તે સાંભલી ભટ્ટજી બેલ્યા, મહારાજ! તમારા પંડિતને ગુરૂ બેલ્યા નહિં પણ મને કરી સમસ્યા પૂરી, તે આવી રીતે કે –મેં એક અંગુલી દેખાડી તેમાં એવું સૂચવ્યું કે એકજ શિવ ધર્મ છે, તેવારે તમારા પંડિતેં બે અંગુલી કરીને એવી સૂચના કરી કે એક શિવ અને બીજી શક્તિ એ બેનું જોડું છે, તેવારે મેં પંજો બતાવી એવું સૂચવ્યું જે પાંચ ઇન્દ્રિય છે, ત્યારે તમારા પંડિતું મુઠી વાલી બતાવીને એવું સૂચવ્યું જે પાંચ ઇન્દ્રિય તે ખરાં, પણ તેને વશ રાખવા જોઈએં; એવી સમસ્યા કરી તમારે પંડિત છે અને હું હાર્યો. તે સાંભળી રાજાર્યો ભટ્ટને ઘણું ધન આપીને શીખ દીધી. પછી એકાંતેં ગાંગા તેલીને બોલાવીને રાજાર્યો પૂછયું કે તમેં શી સમસ્યા કરી? તેવારે તેલી બોલ્યા કે મહારાજ, તેણે એક અંગુલી દેખાડી ને કહ્યું કે તારી એક આંખ છે તે હું ફાડી નાખીશ તેવારે મેં બે અંગુલી દેખાડીને કહ્યું કે તારી બે આંખ છે તે હું ફેડી નાખીશ. તેવારે એણે પજે દેખાડીને કહ્યું કે હું તને તમા મારીશ, તેવારે મેં મુઠી દેખાડીને કહ્યું કે હું તને મુઠી મારીશ. એ મેં એની સાથે વાદ કર્યો. તે સાંભલી રાજા ઘણે ખુશી થઈ, ગાંગા ઘાંચીને ઘણે શરપાવ આપી આદર સન્માન આપી, પાછો ઘેર પહોંચતો કર્યો. તેમ