________________
૧૧૦.
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ
ન બાલારીવાદ કરાવશે દક્ષિણ પs
ઉદાસથકેજ રાજા વનમાં કીડા કરવાને ગયે. માર્ગમાં જાતાં એક ગાંગે ઘાંચી ઘાણ ઉપર ઉભે કે, તેલ ઉછાલે છે, તે પાધરું કુડલામાંજ પડે છે, એવા તેલ ભરતા ઘાંચીને દેખીને રાજાયેં જાણ્યું જે આ મહટે અક્કલ વાલે દેખાય છે. પછી ઘાંચીને બોલાવીને પૂછયું કે તું ભટ્ટાચાર્ય સાથે વાદ કરીશ ? ત્યારે ગાંગે તેલી બે કે હા હું કરીશ. એમ કહી ઘાંચીયે વિચાર્યું જે મહારું શું જવાનું છે; અટ પટ ન્યાયે કરીને જય થાશે તે થાશે ? પછી રાજાર્યો ભટ્ટાચાર્યને બોલાવી કહ્યું કે મહારા પાંચશે પંડિતને ગુરૂ છે, તેની સાથે તમેં વાદ કરશો ? તેવારે ભટ્ટાચાર્ય બોલ્યા હા અમેં કરશું. પછી આદિત્યવારને દિવશે દક્ષિણ ભટ્ટાચાર્ય ને બોલાવીને સિંહાસન ઉપર બેસાડે અને પાંચશે પંડિતને પણ જુદાં જુદાં આસન આપ્યાં. પછી ગાંગા તેલીને રાજાયે બેલા. ઘણું આભૂષણ પહેરાવ્યાં, ઉજલાં વસ્ત્ર પહેરાવ્યાં, પછી મદોન્મત્ત હાથીની પેરેં ઘૂમતો ઘૂમતે સભામાં આવ્યું. રાજા ઉઠી ઉભો થયે, પાંચશે પંડિતોમેં પણ ઘણું આદર સન્માન દીધું, ઘણું માન આપી સિંહાસન ઉપર બેસાડે. પણ તે એક આંખેં કાણે છે, તે જોઈ દક્ષિણ ભટ્ટાચાર્ય વિચાર્યું જે આ તે શરીરમાં રૂષ્ટ પુષ્ટ જાડે ભીમ સરખે છે અને હું તે દુર્બલ છું; માટે એની સાથે વાદ કરવાથી હું જીતીશ નહીં. તથાપિ વાદ કરવો તે ખરે. એમ વિચારી દક્ષિણ ભટ્ટાચાર્યે એક અંગુલી ઉંચી કરી દેખાડી, તેવારે ગાંગા તેલીયે બે અંગુલી ઉંચી કરી દેખાડી. તે જોઈ દક્ષિણ ભટ્ટાચાર્ય ચમત્કાર પામીને વલી પાંચ