________________
માંગા ઘાંચીની કથા.
- ૧૯ દીધું તે કેની ? તો કે જેમ ગાંગા ઘાંચીને રાજા ભેજે દિધું, તેમ સિદ્ધાર્થ રાજાર્યો પણ દીધું. પણ અહીં તો. સંદેહ પડે છે, કે ભેજરાજા તે પાંચમે આરે થયા અને સિદ્ધાર્થ રાજા ચોથે આરે હતા, માટે એને દષ્ટાંત કેમ ઘટે ? તો પણ કવિની અમેઘશક્તિ છે, તે જેમ બેસાડે. તેમ બેશે, માટે એમાં સંદેહ ન કરે. વલી દષ્ટાંત તે એક દેશીય હોય. હવે તે ગાંગા ઘાંચીની કથા કહે છે.
કેઈએક વિદ્યાર્થી દક્ષિણ દેશે પ્રતિષ્ઠાનપુરે જઈને કોઈએક ભટ્ટ પાસે ત્રિશ વર્ષ રહીને સર્વ વિદ્યાઓ ભ, બહુ પંડિત થયે. કેઈથકી જી ન જાય, એ થયે. તેવારે મનમાં અહંકાર આવ્ય; તેથી માથામાં અંકુશ રાખ્યો, અને મનમાં વિચારે જે હું વિદ્યાઓ ઘણું ભણ્યો છું, તેથી માહારું પેટ ફાટી જાશે, માટે પેટને પાટે બાંધ્યું. વલી પાસેં નિશરણું રાખે, કારણ કે જે કઈ મહારાથી હારી આકાશે જાશે, તે આ નિસરણી ઉપર ચઢીને તેને પકડીને હેઠો નાખીશ; અને જે કદાપિ વાડી પાતાલમાં જાશે, તે કેદાલથી ખોદીને બહાર કાઢીશ; એવું વિચાથીને કેદાલ પણુ પાસે રાખે. પછી દક્ષિણ, ગુજરાત, મધરાસ, એવા મોટા મહાટા દેશ જીતીને સરસ્વતીકંઠાભરણું એવું બિરૂદ ધરાવ્યું. એમ કરતાં એક દિવસે ભેજરાજાની સભામાં આવ્યું. તિહાં પાંચશે પંડિત છે, એવું સાંભલીને વાદ કરવા સારૂ. સભા ભરાવી. પંડિત સાથે ચર્ચા કરીને માઘ કાલિદાસ આદે દેઈને પાંચશે પંડિતને જીત્યા. તે જોઈ રાજા ઉદાસ થયો અને મનમાં ઘણે પશ્ચાત્તાપ કરવા લાગ્યું. એવો.