________________
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધ सुपन तणुं भांख्युं वृत्तांत, लब्ध अर्थ भांख्यो इम तंत ॥ माहोमांहे विचारी कहे, निगम शास्त्रमा जेहवू लहे ॥ ११ ॥
અર્થ --હવે સિદ્ધાર્થ રાજા કહે છે કે હે દેવાસુપ્રિય! હે બ્રાહ્મણે ! આજ ત્રિશલા ક્ષત્રિયાણી, શય્યામેં સૂતી થકી થાવત્ કાંઈક સુતાં, કાંઈક જાગતાં થોડી થોડી નિદ્રા આવતે થકે, એવા સ્વરૂપે કરી ઉદાર, પ્રધાન, ભાગ્યવંતને યોગ્ય એવાં ચૌદ મહટાં સુપન પ્રત્યે દેખતી હવી, દેખીને જાગી. તો હે દેવાણુપ્રિય ! તમેં કહે કે એ સુપન સંબંધી કલ્યાણ કારક ફલ પ્રાપ્તિ વિશેષ અમને શું થાશે ? એ સિદ્ધાર્થ રાજાના સમીપથકી અર્થ સાંભલીને, તે સુપન પાઠક, સમ્યફ પ્રકારે હર્ષ પામીને, સંતેષ પામીને, તે સુપનને અર્થ સંભારીને વિચારણામાહે મન પ્રવેશ કરીને પછી માંહોમાંહે એક બીજા સાથું આલેચ કરી વિચારીને નિગમ એટલે વેદ શાસ્ત્રમાંથી તે સુપનના અર્થ લીધા છે જેણે એટલે પિતાની બુદ્ધિયે કરી ગ્રહ્યા છે, નિશ્ચિત કર્યા છે, અર્થ વિશેષ જેણે એવા તે સુપન પાઠક, સિદ્ધાર્થ રાજા પ્રત્યે કહેતા હવા છે ૧૧ बहुंतेर सुपनां शास्त्रे कह्यां, तेमां बेंतालीश मध्यम लह्यां ॥ त्रीश तेहमां उत्तम अछे, चउद विशेषे विस्तर रुचे ॥ १२ ॥
અર્થ –હે દેવાણપ્રિય ! અમારા સુપન શાસ્ત્રમાં સર્વ મળી બહોતેર સુપન કહ્યાં છે. તેમણે બેંતાલીશ સુપન મધ્યમ છે, તે અશુભ ફલદાયક કહ્યાં છે, અને ત્રીશ સુપન ઉત્તમ ફળદાયક કહ્યાં છે, તે ત્રીશમાહે પણ હે મહારાજ ! શ્રી અરિ