________________
સંપનું મહત્વ.
तेमाटे सवि संपें थइ, वृद्ध एकनी आज्ञा लइ ॥ जेतो लहिजें मान, जिहां संप तिहां श्रेय निधान ॥९॥
અર્થ –તે માટે સર્વ જણ એક સંપ થઈને એક વૃદ્ધને મહટ કરીને, તેની આજ્ઞા લઈને, રાજા પાસે જઈ એટલું જ બોલવું કે જેણે કરી ઘણું માન પામિર્યે, છતાં સંપ હોય, તિહાં શ્રેય, એટલે સંપદાન નિધાન પામીમેં તો चिरंजीव जय जय भूपाल, आशीर्वाद बोले गुण माल ॥ आसन बेसण राजा दीए, फुल फलादिक करमां लीए ॥१०॥
અર્થ:-હવે એવું વિચારીને સુપન પાઠક જહાં રાજસભા છે ત્યાં આવી બે હાથે અંજલિ કરીને રાજાને કહે છે, કે હે રાજન્ ! તમેં સદા ચિરંજીવ રહો, એમ ચિરંજીવશÈ કરીને વિજય શબ્દ કરીને રાજાને વધાવ્યા અને “ભુવં પાલય” એવો આશીર્વાદ દીધે. તથા રાજાને ગુણસમદાય બોલ્યા. પછી ડાભ અને ચાલે કરી સુપન પાઠકે રાજાને વધાવ્યા, વધાવીને તિલક કર્યું, તેવાર પછી રાજાર્યો પણ સોનાનું નાલિયેર લઈને આગલ મૂકી ગુણ સ્તુત્યાદિકે કરી સ્તવ્યા, પુષ્પાદિકે પૂજ્યા, વસ્ત્રાદિકે સત્કાર્યો, ઉભે થઈને સન્માન્યા, પછી રાજાર્યો પૂર્વે જે આઠ ભદ્રાસન થાપ્યાં છે, તેને વિષે તેમને જૂદા જૂદા બેસાડયા. તેવાર પછી સિદ્ધાર્થ રાજાર્યો ત્રિશલા ક્ષત્રિયાણી પ્રત્યે પરિચયને આંતરે બેસાડી, પછી ફૂલ, ફલાદિકે હાથને પૂર્ણ કરીને રાજા ઉત્કૃષ્ટ વિનયે કરી તે સુપન પાઠક પ્રત્યે એમ કહેતે હવે નાના