________________
૮૮
શ્રી કલપસૂત્રસ્ય બાલાવબોધઃ
સુગધું કરી વાસિત છે, વલી નાના પ્રકારના ધૂપ જેને વાસી રહ્યા છે, કલ્યાણકારી માંગલિક કરનાર ઘણું સુંદર રુપવાલે
એ સેનાને પરિપૂર્ણ કલશ, પોતાના મુખમાં પ્રવેશ કરતે થકે ત્રિશલા દેવીયે નવમે સ્વને દીઠો છે ૯ છે ' હવે દશમે સ્વને પદ્યસરવર દીઠું, તેનું વર્ણન કરે છે. ઉગતા સૂર્યનાં કિરણે કરીને વિકલ્પર, એવાં જે કમલ, તેના સુગન્ધ કરી સહિત એવું મહા ઉજજવલ જલ જેને વિષે શોભી રહ્યું છે, વલી ઘણા પ્રકારના જલચર જી કરીને પરિપૂર્ણ છે જલસંચય જેમાં, વલી સૂર્યવિકાશી કમલેં કરી દીપતું છે, તથા ચંદ્રવિકાશી રાતાં કમલ, તેના હર્ષે કરી અમેદ પામેલું છે, વલી કમલને ગંધે મેહ્યા એવા ઘણું ભ્રમરા તથા ભ્રમરીના સમૂહ, તેણે આસ્વાદિત છે, હર્ષવંત છે, કેમકે તે સરોવર ઉપર ઘણું ભ્રમર ગુંજારવ કરી રહ્યા છે. વલી ઘણું કંદબક, બગલા, કબૂતર, ચકલાક, રાજહંસ અને સારસ પ્રમુખ પંખીઓ ગર્વ સહિત બોલી રહ્યાં છે. જેની મોટી ગર્દન હોય, તે રાજહંસપક્ષી અને જેના પગ મોટા હોય, તે સારસ પક્ષી જાણવા. એવા પંખીઓના જોડલાયે સેવેલું પાણી છે જેને વિષે તથા નાના પ્રકારનાં પક્ષીનાં ટેલાં તે સવરપ ઉત્તમ સ્થાનક પામીને મનમાં પ્રમોદ કરતાં, આનંદ ઉપજાવતાં થકાં પોતાની સ્ત્રીઓ સાથં વિલાસ કરતાં તે સરોવરને કાંઠે બેઠાં છે, તથા કમલિનીપત્રે લાગી જે જલબિંદુ, તે ૫ મોતીયે. કરીને વિચિત્ર છે, એવું સરેવર, ત્રિશલા રાણયે દશમા સુપનને વિષે દીઠું છે ૧૦ |