________________
૧૧, ૧૨મું સ્વપ્ન.
હવે અગીઆરમે સ્વપ્ન ક્ષીરસમુદ્ર દીઠે, તેનું વર્ણન કરે છે. ચંદ્રમાનાં જે કિરણ, તેને જે સમૂહ, તે સરખી મધ્યભાગને વિષે શાભા છે જેની, વલી ચારે દિશાર્વે પાણી વધતું છે જેનું તથા ઉંચા થાતા એવા જે મહા કલેલ, તેણે કરી શેભે છે, પ્રગટ વાયરે હર્યું એવું જે પાણી, તેના તરંગ ભેદ કરી ક્ષોભને પામતા પરહાં થાતા એવા મોટા કલ્લોલની માલા, તેણે કરી મનહર છે. વલી તે પાણીમાં રહ્યા એવા જે મગરમચ્છ, જલહસ્તી, મચ્છ પ્રમુખ જનાવરે, તે મોટા પાણીમાં લડતાં થકાં, દેડતાં થકાં, પૂછડે કરીને પાણીને હીલોલું ચઢાવે છે, તેથી તે કર્લોલ, એક એકથી વધતા થકા છે, વલી મોટા મચ્છ, ન્હાના મચ્છ, તિમિગલ મચ્છ, માછલાં, તિલ તલિયાં માછલાં, ઇત્યાદિક પાણીના જીવ તેમણે પૂછડે કરીને પાંખેં કરીને પાને ઉછાવ્યું છે, તેથી કપૂર સરખું ઉજળું પાણી ઉછર્યું થયું દેખાય છે એ, વલી કમલના પરિવારેં સહિત પાણીવાલે ક્ષીરસમુદ્ર, અગીઆરમાં સુપનને વિષે ત્રિશલા રાણુંયે, આકાશથકી ઉતરતો, મુખમાં પ્રવેશ કરતે દે ૧૧ છે
બારમે સ્વપ્ન દેવવિમાન દીઠું, તેનું વર્ણન કરે છે. તે વિમાનની સૂર્યના સરખી કાંતિ છે, પુંડરિક નામા વિમાન સદશ શેભે છે, ઉત્તમ સુવર્ણ મણિના પ્રધાન, એક હજારને આઠ સ્થંભ છે, તેણે કરી દેદીપ્યમાન છે, આકાશમાં પ્રકાશનું કરનાર દીપકરુ૫ છે, મોટા મોટા સોનાના પાટીયે કરી લંબાયમાન છે, વલી મેતીની માલાયૅ કરી શોભિત છે,