________________
આઠમું-નવમું સ્વનિ.
કારને મર્દન કરનાર, ટાઢ વૈરી, મેરૂ પર્વતને ચેરફેર સર્વદા ફિરતો રહે છે. એવા વિશાલ સૂર્યને સાતમા સ્વપ્નાને વિષે ત્રિશલા માતા દેખતી હતી . ૭૫
આઠમે સ્વને ધવજા દીઠી, તે વર્ણવે છે. તે ધ્વજાને સુવર્ણને દંડ છે, વલી ઘણાં નીલાં, રાતાં, પીલાં, ઉજાલાં, સુકમલ, વાયરે ઉલ્લસતાં માથાના કેશની પેરેં કીધે છે મેરપિચ્છ એવી અધિક શોભા વાલી વજા છે, તથા ભાંજે શંખ, મચકુંદનાં ફૂલ, પાણીના કણ અને રુપાના કલશ સરખી ઉજજવલ, વલી માથે સિંહનો આકાર છે અને શ્રી મહાવીર સ્વામીને પણ સિંહને આકાર છે, તે આકારે કરી શેભતી તથા વાયરે કરી હાલતી થકી, આકાશની સાથે વાદ કરતી થકી છે, એવી ધ્વજાને આઠમા સુપનને વિષે ત્રિશલા રાણું દેખતી હવી છે ૮ છે
નવમે સુપને ત્રિશલા ક્ષત્રિયાણી પૂર્ણ કલશ દીઠે, તેનું વર્ણન કરે છે. તે કલશ નિર્મલ જાતિવંત સેનાને છે, સુગંધિત પાણી કરી ભરેલો છે, ઘણા રમણિક ઘાટે ઘલે છે, કમલને પરિવારે શેલતે છે, જાણીયેં માંગલિકનું ઘરજ હોય નહિં? વલી રત્ન, હીરા, મતીયે જડે છે, પ્રધાન રનેં શોભિતથકે કમલને વિષે રહ્યો છે, લોચનનેં હર્ષને કરનાર, સર્વ દિશાઓને દીપાવતે થકે સૌમ્ય છે, લક્ષ્મીનું સ્થાનક છે, સર્વ પાપનો નિવારણહાર પાપરહિત છે માટે શુભ છે, દેદીપ્યમાન છે, વલી ધર્મ, અર્થ અને કામને દેનાર છે. વલી સમસ્ત ઋતુના ઉપનાં જે ફૂલ, તેની માલા, તે કલશના કંઠને વિષે થાપેલી છે, તે માલાના