________________
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેધ ઉજવલ સમુદ્રનું પાણી તેને પૂરનાર, ભર્તાર રહિત વિરહિણી સ્ત્રીને દુઃખદાયી છે, કેમકે જેમ ચંદ્રમાનાં કિરણ વૃદ્ધિ પામતાં જાય, તેમ સ્ત્રીને રેમેં કામ વિકશ્વર થાય, માટે વિરહિણે સ્ત્રીને દુખ કરનાર કહ્યો. વલી રેહિ. ણને ભરતાર છે, સૌમ્ય મનહર રૂપવંત, એ ચંદ્રમાં આકાશને વિષે પ્રકાશ કરતો થકે જહાં સિદ્ધાર્થ રાજાનું ઘર છે, તિહાં પ્રવેશ કરતા સ્વપ્નને વિષે ત્રિશલા રાણી દેખતી હવી છે ૬ - હવે સાતમે સ્વપ્ન સૂર્ય દીઠે, તેનું વર્ણન કરે છે. ચૈત્રમાસું બારશે કિરણ, વશાખમાસે તેરશે કિરણ, જયેષ્ઠ માસે ચૌદશે કિરણ, અષાઢમાસે પન્નરશે કિરણ, શ્રાવણમાસું ચઉદશે કિરણ, ભાદ્રપદમાસું ચૌદશે કિરણ, આધિનમાસું શલશે કિરણ, કાર્તિક માસે અગીઆરશે કિરણ, માગશીર્ષમાસે સાડાદશશે કિરણ, પૌષમાસે હજાર કિરણ, માઘમાસું સાડા દશાઁ કિરણ, ફાલ્ગનમાર્સે અગીઆરસે કિરણ. એહવા કિરણે કરી પર થકે, અંધકારના પડલને ટાલતો થક, વલી જેવાં રાતાં અશોકનાં કૂલ, જેહવું કેશુડાંના વૃક્ષના ફૂલનું મુખ, જેહે અડધી ચઠીને રંગ, જેવું શૂડલાનું મુખ, તેહો સૂર્ય પણ તે જે કરી રાતો દેદીપ્યમાન છે, સૂર્યવિકાસી કમલવનને શોભાવનાર, તિષચકને જાણનાર, મેષાદિક બારે રાશિને જણાવનાર, આકાઅને દીવ, હિમપડલને ગાલનાર, અઠયાશી ગ્રહનો અધિપતિ, રાત્રિને નસાડનાર, ઉદયાસ્તવેલાયે બે ઘડી સન્મુખ જેવાય, અન્યથા દુ:ખેં જેવાય, રાત્રિની શુદ્ધિ કરનાર, અંધ