________________
૮૫
છે. તે માલા
કરી, અજીરધરાના
તૃતીય વ્યાખ્યાન. પાંચમું સ્વનિ.
હવે પાંચમે સ્વપ્ન ફૂલની માલા દીઠી, તે કહેવી હતી? તેનું વર્ણન કરે છે. તે માલા ઉત્તમ કલ્પવૃક્ષના ફૂલની માલા જેવી ઘણું રમણિક, મનહર, સુગંધકારી, અદ્ભુત, સુંદર સ્વરૂપવાન દીઠી. ચંપાનાં ફૂલ, અશોકનાં ફૂલ, મેઘરાનાં ફૂલ, માલતીનાં ફૂલ, જાયનાં ફૂલ, અંકેલનાં ફૂલ, કરંટવૃક્ષનાં ફૂલ, દમણનાં ફૂલ, નવમાલતીનાં ફૂલ, બેલસિરીનાં ફૂલ, તિલનાં ફૂલ, વસંતિકાનાં ફૂલ, કમલનાં ફૂલ, કેવડાનાં કુલ, સહાગણનાં ફૂલ, ગુલાબનાં ફૂલ, એવા નવા નવા પ્રકારનાં પંચવર્ણી મહા સુગંધકારી ફૂલ, તેને જે પરિમલ, તેણે કરી દશદિશને વિષે સુગંધના મહ મહાટને પસાર કરતી છે, એ માલા સમસ્ત ઋતુનાં ફૂલે કરી સુગંધિત છે. વલી ઘેલી કીધી છે વસતિ તેણે એવી કાંતિવંત છે, ઘણા મનેહર વણે કરી ચિત્રિત છે, તથા જેને વિષે ભ્રમરા ગુંજારવ કરી રહ્યા છે, એવી ફૂલની માલા, આકાશથી ઉતરતી, ત્રિશલા માતાયે પાંચમા સુપનને વિષે દીઠી છે !
હવે છઠે સ્વપ્ન ચંદ્રમા દીઠે, તેનું વર્ણન કરે છે. તે ચંદ્રમા, જેવું ગાયના દૂધનું ફીણ ઘેલું હોય, તે પેલે છે, વલી પાણીના કણીયા સર પેલે છે તથા રૂપાના કલશ સર કાંતિર્યો કરી ધેલો છે, કલ્યાણકારી શેભત છે. તથા હૃદયને અને નેત્રને અત્યંત આનંદને ઉપજાવતે થકે મહા મને હર છે, અંધકારના સમૂહને ટાલનાર, જગ
માં પ્રકાશ કરનાર, રાત્રિવિકાસી કમલને વિકધરને કરનાર, રાત્રિને ઘણું, રાત્રિને શોભાવનાર, પરિપૂર્ણ, શોલ કલાર્થે કરી સંપૂર્ણ માન હંસ સરખ, આરીસાના તલા સરખું