________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ રહસ્ય સમજાવવું જેથી શિષ્ય સ્થિર થાય છે. કારણ કે અનુ કમથી કરાયેલા અભ્યાસને શિષ્ય ગ્રહણ કરે છે.
નોંધ -મનુષ્યના શરીરમાં મસ્તક, મુખ, બાહુ, સાથળ, વક્ષસ્થળ, ઉદર આદિ બાર અંગે છે. તેમ દ્વાદશાંગીમાં પણ બાર અંગ છે. જે તીર્થકરની પ્રરૂપિત છે અને ગણધર ભગવંતે જ તેની રચના કરે છે અને આગલી રેખા-નખ આદિ ઉપાંગ છે જેની રચના બહુશ્રુતે કરે છે. ઘાતી કર્મોને સમૂળ નાશ થતાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને તીર્થકર નામકર્મને ઉદય થતાં જ દેવે દ્વારા સ્થાપિત સમવસરણમાં બિરાજમાન થાય છે. પુણ્યકર્મની ચરમ સીમા ત્યાં પૂર્ણ થાય છે. અને તેના કારણે ચાર મૂળ અતિશયે, ઓગણીશ દેવાના કરેલા અને કર્મક્ષય પછી અગ્યાર અતિશયે આમ બધાય ૩૪ અતિશયથી આકૃષ્ટ થઈને અગણિત માનવ સમુદાય સમવસરણમાં આવે છે. અને સૌથી પહેલા ગણધરોની સ્થાપના કરે છે. ત્યાર પછી સાધુ, સાધ્વી, શ્રાવક-શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે, તે સમયે ઉત્પાદ અને વ્યયરૂપ પર્યાયાત્મક અને ધ્રૌવ્યરૂપ દ્રવ્યાત્મકની આ પેલી દેશનાને ગણધર ભગવંતે પિતાની લબ્ધિ વિશેષથી દ્વાદશાંગીમાં શબ્દરૂપે ગૂંથે છે.
અત્યાર સુધી સાધારણ માનવ કે પંડિત વિશેષના કાનમાં જે તત્વજ્ઞાન કોઈ કાળે આવ્યું નથી તે ત, ચર્ચાઓ, હેતુઓ, તર્કો, ઉદાહરણથી પરિપૂર્ણ દ્વાદશાંગી છે.
જીવ જ શિવ છે, નર જ નારાયણ છે, અને આત્મા જ પરમાત્મા છે, આ શબ્દો બોલવામાં તે નાને બાલુડે, તથા અઢાર વિદ્યાના જ્ઞાતા, અષ્ટાંગ નિમિતના જાણનારા, મંત્ર