________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૩ જંત્રથી આકાશના દેવ દેવીઓને પણ ભૂમિ પર ઉતારનારા પંડિત-મહાપંડિતે પણ ચપટી વગાડતા બેસી જાય છે. પણ.... પણ જીવમાં શિવ, નરમાંથી નારાયણ કે આત્મામાંથી પરમાત્મા થવામાં દ્વાદશાંગીના પ્રથમ અંગ આચારાંગ સૂત્રનું ક્રિયાત્મક જ્ઞાન જીવનમાં ઉતાર્યા વિના શિવ નારાયણ કે પરમાત્મા શી રીતે થવાશે ? દોરા-ધાગા-મંત્ર-જંત્ર–ટીલા–ટપકા પીતાંબરે પહેરવાથી શિવ થવાનું સર્વથા અશક્ય છે. આવી પરિસ્થિતિમાં નવા પાપના દ્વાર બંધ કરી જૂના પાપને ખંખેરવા માટે અને તેના વિધિ વિધાને જાણવાને માટે દ્વાદશાંગી સિવાય બીજુ એકેય સાધન નથી. આવી શુદ્ધ, નિષ્પક્ષ અને રામબાણ જેવી આર્થિક પ્રરૂપણ અરિહંત વિના બીજે કઈ કરી શકો નથી, કેમકે જૂઠ, પ્રપંચ આદિનું મૂળ કારણ મેહકર્મ છે. તેને સર્વથા નિમૅલ કર્યા વિના જ્ઞાનાવરણીયાદિ કર્મોને ક્ષય થતું નથી. અરિહંત શબ્દનો અર્થ જ બતાવી આપે છે કે ભાવશત્રુરૂપ કામ-ક્રોધાદિ જેમનાં ક્ષય થયા હોય તે અરિહંત છે. આવા અરિહંત ભગવાન મહાવીરસ્વામી જ છે. તેમનાં શ્રી મુખે પ્રસારિત વાણની પ્રશંસા દેએ પણ કરી છે. તે આ પ્રમાણે " अहंद्वक्त्रप्रसूता गणधररचिता द्वादशांगी विशाला। चित्रा बहवर्थयुक्ता मुनिगणवृषभैर्धारिता बुद्धिमद्भिः ।। मोक्षानद्वारभूता व्रत चरण फला ज्ञेयभावप्रदीपा । सेव्या पूज्या च चिन्त्या नहि भवतिकदी मोहमायासुबद्धः "
( વિતતોડામા )