________________
૫૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્ર છે. તેની સામે જ સારા ચિત્ર રાખવા તે સારા તથા શુભને માટે થશે. શ્રેણિઓના પ્રકાર કેટલા છે?
જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ! ચરાચર સંસારને જાણવાને માટે કેવળજ્ઞાન સિવાય બીજો એકેય જ્ઞાની સમર્થ બની શકતું નથી. કેમકે પ્રત્યક્ષ દેખાતા પદાર્થોમાં પણ પંડિતે મહા પંડિતનું એકમાત્ય નથી, ત્યારે જ સંસારની એકેય ચર્ચાને અંત આવતું નથી, વિવાદ મટતે નથી, વિરે ઘટતું નથી, કષાય કલેશ તૂટતા નથી, દ્વેષ છુટતું નથી, માયા બ ધન છેડાતું નથી, તે પછી પક્ષ પદાર્થોનું જ્ઞાન મેળવવાને માટે શી રીતે સમર્થ બની શકશે?
આજના કપી લીધેલા સંસારનું ક્ષેત્રફળ ભલે આપણે માપીને બેઠા હોઈએ કે મનુષ્યની સંખ્યાના આંકડા ગણી લીધા હોય તેથી કરીને તે પૂર્ણ જ્ઞાની છે તેમ માનવાની ભૂલ ક્યારે પણ કરશે નહીં. કારણ કે કેવળજ્ઞાનીઓના કેવળજ્ઞાનમાં અસંખ્યાત દ્વીપે, અસંખ્યાત સમુદ્રો, અનંત પુદ્ગલ સ્ક અને અનંત જીવરાશિઓ પ્રત્યક્ષ દેખાઈ રહ્યાં છે. એક સમય તે હતે પંડિતેને જે સંસાર પ્રત્યક્ષ છે તેના પ્રત્યે લેકે શ્રદ્ધાન્વિત હતા. પરન્તુ શિવરાજ રાષિને મર્યાદિત અવધિજ્ઞાન થયું અને સાત દ્વીપ અને સાત સમુદ્રો પ્રત્યક્ષ થયા ત્યારે તેમના જ્ઞાનથી મેહિત બનેલી જનતા તે બાબતમાં શ્રદ્ધાપૂર્ણ બની પરન્તુ ભગવાન મહાવીરસ્વામીના શાસનને પામ્યા પછી તે જ શિવરાજ ઋષિને ઉત્પન્ન થયેલા કેવળજ્ઞાન અને કેવળદર્શનમાં અસંખ્યાત દ્વીપ અને સમુદ્રો દેખાયા અને તે ત્રાષિએ પોતાના શ્રી મુખેથી જ્યારે કહ્યું કે મને સાત દ્વીપ અને સમુદ્રનું જ્ઞાન થયું