________________
શતક ૨૫ : ઉદેશે–ર
દ્રવ્ય કેટલા છે? અને તેના ભેદે કેટલા છે?
હે પ્રભે! જૈન શાસનમાં દ્રવ્ય કેટલા પ્રકારના કહેવાયા છે? જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ! મારા શાસનમાં દ્રવ્યો બે જાતના છેઃ (૧) જીવ દ્રવ્ય (૨) અજીવ દ્રવ્ય. અજીવદ્રવ્ય રૂપી અને અરૂપીના ભેદે બે પ્રકારના છે. તેમાં જે અરૂપી અજીવ દ્રવ્ય છે તે નીચે લખ્યા અનુસારે દશ પ્રકારે છે. (૧) ધર્માસ્તિકાય, (૨) તેને દેશ (૩) અને પ્રદેશ. આ પ્રમાણે અધર્માસ્તિકાય તથા આકાશાસ્તિકાયના ત્રણ ત્રણ ભેદ જાણવા. એટલે નવ ભેદ થયા અને કાળ નામે દશમે ભેદ જાણે. રૂપી દ્રવ્ય સ્કંધ, સ્કધદેશ, આંધ્ર પ્રદેશ અને પરમાણુરૂપે ચાર પ્રકારના છે. તે દ્રવ્ય, સંખ્યાત અસંખ્યાત નથી પણ અનંત છે, યાવત્ દશ પ્રદેશિક, સંખ્યાત પ્રદેશિક, અસંખ્યાત પ્રદેશિક અને અનંત પ્રદેશિક સ્ક ધ પણ અનંતા છે, માટે મારા શાસનમાં પુદ્ગલે અનંત હોવાથી અજીવ દ્રવ્ય પણ અનંતા કહેવાય છે. જીવદ્રવ્યો પણ અનંત છે, કેમકે સંસારમાં રહેલા પૃથ્વીકાયિક, અપકાયિક, અગ્નિકાયિક અને વાયુકાયિકે અસંખ્યાત પ્રમાણમાં છે. જ્યારે વનસ્પતિકાયિક જીવે અનંત છે, માટે જીવ દ્રવ્યો પણ અનંતા કહેવાયા છે.
નોંધ:-સંસારમાં જીવ અને અજીવ રૂપે દ્રવ્ય બે જ છે, શેષ પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મેક્ષ આદિ સાતે તને સમાવેશ જીવ અને અજીવમાં થઈ જતે હોવાથી બે તત્વ જ મુખ્ય છે. અનાદિકાળથી બંનેનું