________________
૫૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ વ્યવહારનયાનુસારે આત્મા અનંતાનંત છે અને પ્રત્યેક આત્મા પિતપોતાના કર્મોના કારણે પરાધીન હોવાથી કેઈની પણ માનસિક, વાચિક કે કાયિક ચેષ્ટાઓ બીજા કેઈથી મેળ ખાતી હેતી નથી, કેમકે સૌ જીવેમાં રહેલા જ્ઞાનાવરણીયાદિ કર્મોની અનંત વગણ અપેક્ષાકૃત બીજા જીવથી સંખ્યાત-અસંખ્યાત ભાગે હીન પણ હોય છે જ્યારે સંખ્યાતા કે અસંખ્યાત ગુણ વધારે પણ હોય છે, તેવી સ્થિતિમાં જ્ઞાનાવરણીય કમીને ભારી આમા આંખે બાંધેલા પાટાવાળા મનુષ્યની જેમ ખાવા, પીવા, ઊઠવા, બેસવા કે બેલવા આદિની ક્રિયાઓમાં અજ્ઞાનપૂર્વક, મિથ્યાજ્ઞાનપૂર્વક કે સંશયપૂર્વક વર્તતે હોવાથી તેની બધીય ચેષ્ટાઓ અસભ્ય, નિંદનીય અને અવિશ્વસનીય બનવા પામે છે. જ્યારે જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમના માલિકની માનસિક, વાચિક અને કાયિક ચેષ્ટાઓ સપૂર્ણ, દયામય, સભ્ય, અહિંસામક અને વૈરવિરોધ વિનાની હોય છે. મેહકર્મના ભારી આત્માઓ મદિરાપાનના નશાની જેમ મેહકમના નશામાં બેભાન, બેધ્યાન, બેરહિમ, બેઈમાન, બેઈજજત અને બેશરમ બનીને ક્રોધાંધ, ગવધ, માયાધ, લેભાંધ અને કામાંધ બને છે અને પૂરા સંસારને બગાડવા માટેના પ્રયત્નમાં મસ્ત હોય છે. જ્યારે સંયમ દ્વારા પ્રાપ્ત થયેલી મેક્ષ પુરુષાર્થની શક્તિના સ્વામિએ સંસારને અમૃતમય બનાવવાની ચેષ્ટાઓ કરી રહ્યાં છે. આ પ્રમાણે કર્મોને કારણે જીની ચેષ્ટાઓ કેઈની પણ એક સમાન નથી. પ્રસ્તુત પ્રશ્નને સરળાર્થ આ છે કે : પન્દર
ગેમાંથી ક ગ કેનાથી અ૫ છે, વધારે છે, અને સમાન છે, જે મૂળ સૂત્રમાં જ સ્પષ્ટ હોવાથી તેની વિગત નીચે પ્રમાણે છે. (૧) સૌથી જઘન્ય ગ કાર્મણ શરીર કાગને છે.