________________
૪૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પડ્યાં હોય અને ત્યાર પછી ચપાટી કે કાંકરીયા તળાવની સફર કરવા નીકળ્યા હોય તે ચાલવામાં, બેસવામાં, સમુદ્રની મરતી જોવાની કે મંડળી સાથે ગપ્પા મારવામાં આનંદનો વધારે થશે, જે ભૂખ્યા પેટે કે દીવેલ પીધા મેઢે ફરનારા કરતાં ઘણું વધારે હોય છે, કેમકે સર્વત્ર આહાર પાણીની જ માયા છે. બે ચાર કલાક સુધી ભૂખ્યા પેટે આહાર ન પડ્યો હોય ત્યારે આપણા હાથપગ પણ નિષ્કિય જેવા થઈ જાય છે. આંખે અંધારા આવે છે, કાનમાં બહેરાશ આવે છે, ત્યારે જ કહેવું પડયું છે ને,
“ભૂખ રાંડ ભૂંડી, આંખ જાય ઊંડી;
પગ થાય પાણી અને આસું આવે તાણું.”
આમ છતાં પણ જે ભાગ્યશાળીઓએ સંયમની આરાધના કરી છે, આત્માના વિજેતા બન્યા છે, તેઓને આહાર સંજ્ઞા નામની જીવતી ડાકણ કાંઈ પણ કરી શકતી નથી. તેમના પેટમાં આહાર હોય કે ન હોય અથવા છતે સાધને જ્ઞાનપૂર્વક ઉપવાસ, એકાસણ કે આયંબીલ કરનારા સંયમી જીવે બે બે કલાક સુધી ઊભા રહીને ધ્યાન કરી શકે છે અને સૌની સાથે મિઠાશભર્યો વ્યવહાર આચરી શકે છે.
નારકે માટે પ્રશ્ન હોવા છતાં ભગવતી સૂત્રકાર પોતે જ વીસ દંડકના જીવમાં આહારક અને અનાહારકના કારણે ગોમાં હીનતા, અધિક્તા કે સમાનતા સમજી લેવા માટે ભલામણ કરે છે. યેગ કેટલા પ્રકારે છે?
હે પ્રભો! આપશ્રીના શાસનમાં ગો કેટલા કહેવાયા છે?