________________
४६
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ આત્મામાં ચાલવાનું, ફરવાનું, ખાવાનું, પીવાનું, ઊઠવાનું, બેસવાનું અને સુવાનું આદિ જે પરિસ્પદ દેખાય છે તે વીર્ય—એટલે વીર્યંતરાયના કર્મના ક્ષપશમને આભારી છે, જે આત્માનું સ્વતત્વ-સ્વભાવ છે. તેમ છતાં આ વિર્ય કોઈ પણ જીવમાં એક સમાન હેતું નથી, માટે જ સૌ જીવોમાં સૌ કરતાં વિશેષ કે અ૫ ફેરફાર સ્પષ્ટ દેખાઈ આવે છે, જે પૂર્વમાં ઉપાર્જિત વીર્યાન્તરાય કર્મને આભારી છે. વીર્ય આત્માની શક્તિ વિશેષ છે તે તેને અવરોધક વીર્યા રાય કર્મ છે. જેનાથી હજારો મનસુબા કરનાર જીવને એકેય કાર્યમાં સફળતા મળતી નથી. કર્મોના વાદળાઓ આવે છે, વૃદ્ધિ પામે છે અને ખસી પણ જાય છે. તેથી કંઈ જીવમાં વીર્ય (પરાક્રમ) એક પૈસા જેટલું હોય તે વીર્યંતરાય કર્મ ૯ પૈસા જેટલું પણ દેખાય છે. જ્યારે બીજા જીવમાં ૯૯ પૈસા જેટલું વીર્ય છે તે એક પૈસા જેટલું વીતરાય કર્મ પણ દેખાય છે. સમયે સમયે આ બંને તત્ત્વની હાનિ વૃદ્ધિ થતી હોય છે. આજનો મડદાલ, આળસુ અને લમણે હાથ દઈ બેસનારે આવતી કાલે પુરુષાથી, ચાલાક અને બળવાન બનીને કોઈનાથી ગાંયે જ નથી. ઇત્યાદિક કાર્ય માં વિર્યા રાય કર્મ અને તેને ક્ષયે પશમ જ મુખ્ય કારણ છે. સૂક્ષ્મ અપર્યાપ્તક એકેન્દ્રિય જીવને મહાપાપને ઉદય વર્તાતે હોવાથી પાપજન્ય સૂક્ષમ નામકર્મ, અપર્યાપ્તક નામકર્મ અને એકેન્દ્રિય જાતિ નામકર્મને ઉદય વધારે પડતું હોવાથી તેમનામાં વિર્યાતરાય કર્મને પણ તીવોદય વર્તતે હોય છે. જ્યારે સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તક ભાગ્યશાળી જીવ યદિ સદ્ગુરુ સેવી છે, ઈન્દ્રિય તથા મનને સ્વાધીન કરનાર છે, તે તેમને વીતરાય કર્મને પશમ ૯૯ પૈસા જેટલે ઉદયમાં વર્તતે હોય છે અને સંભવ છે કે