________________
૪૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ કોઈને દેખવામાં આવતા નથી, સ્પર્શમાં આવતા નથી, તેમજ તેમને ઘાત શસ્ત્રાદિ વડે પણ થતું નથી તેમજ તેઓથી પણ કોઈને ઘાત થતું નથી. ૧૪ રાજલક સંસારમાં સૂક્ષ્મ નામકર્મવાળા જી કાજલની ડબીમાં રહેલા કાજલની જેમ વ્યાપ્ત બનીને રહેલા છે. લેકાકાશમાં ચાહે પછી રાજાને રાજમહેલ હોય, શ્રીમંતને રંગમહેલ હોય, સાધુ મહારાજને ઉપાશ્રય હોય કે, ગૃહસ્થને બાથરૂમ કે રસેઈઘર હોય, દુકાનહાટ-હવેલી હોય, સારાંશ કે કઈપણ જગ્યા એવી નથી કે
જ્યાં સૂક્ષ્મ જી ઠાંસી ઠાંસીને ભરેલા ન હોય. તેમ છતાં પણ તેઓ કોઈને દેખાતા નથી, સ્પર્શતા નથી અને બળતા અગ્નિમાંથી પણ તેઓ સુખે પસાર થઈ શકે છે. આ જીની હત્યા કેવળ માનસિક અશુભ અધ્યવસાયને જ આધીન છે. પૃથ્વી, અપૂ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ આ પાંચે એકેન્દ્રિય જીને જ સૂકમ શરીરની પ્રાપ્તિ થાય છે. છદ્મસ્થની ચક્ષઓથી સર્વથા અદશ્ય જીવરાશિઓ જે અનંત સંખ્યામાં છે તે કેવળ જ્ઞાનીઓના કેવળજ્ઞાનમાં જ દશ્ય બને છે. માટે શ્રદ્ધાગમ્ય તત્ત્વને શ્રદ્ધાથી જ માનવું શ્રેયસ્કર છે.
બાદર છવરાશિ બાદર નામકર્મને આધીન હોવા છતાં પણ કેટલાય બાદર જીવે સામાન્યતઃ ચક્ષુચર હોતા નથી કેવળ સ્પર્શ માત્રથી જ તેઓ કલ્પી શકાતા હોય છે. સૂક્ષ્મ નામ. કર્મમાં પ્રબળ પાપકર્મની પ્રધાનતા છે અને બાદર નામકર્મમાં તરતમ જેગે પુણ્યકર્મની પ્રધાનતા છે. પૃથ્વી, અપ, તેજ, વાયુ અને વનસ્પતિના છ બાદર નામ કર્મના કારણે બાદર પણ હોય છે, તથા વિકસેન્દ્રિયે (બે-ત્રણ–ચાર ઇન્દ્રિયવાળા) પણ બાદર છે. જે ચૌદ રાજલકમાં વ્યાપ્ત નથી પણ અમુક નિયત ભાગમાં જ તેમની વિધમાનતા છે. તેમનું છેદન, ભેદન,