________________
૩૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ કરે તેવા ય તમને કોઈ કાળે મનુષ્ય શરીરમાં પણ દેવ બનાવી શકે તેમ નથી, તો પછી મર્યા પછી તમે દેવ શી રીતે બનશે? અને આ ઉત્તમ મનુષ્યભવ પ્રાપ્ત કર્યા પછી યદિ તમે દૈવી સંપત્તિ ન મેળવી શક્યા તે ગીતા પણ તમને શી રીતે દેવ બનાવશે? પરિણામે તમારું મહાભારત કહે છે તેમ મરનારા પશુના શરીરમાં જેટલા રૂવાંટા છે તેટલા વર્ષો સુધી નરકના ખાડામાં પડીને યમદૂતને મારા જ તમારા ભાગ્યમાં રહેશે.
યજ્ઞ શબ્દ “યજુ' ધાતુથી બનેલું છે અને તેને અર્થ દેવપૂજા, સંગતિકરણ અને દાન દેવામાં થાય છે. દેવપૂજા એટલે આપણું જીવનમાં હિંસા, હિંસકતા, બીજાઓનું મારણ, તાડન, તર્જન, પીડન આદિ હિંસકવૃત્તિ અને પ્રવૃત્તિ સમાપ્ત થાય અને દયા, અહિંસા આદિ દૈવી સંપતિના ગુણ વિકાસ પામે, વૃદ્ધિ પામે તે દેવપૂજા છે. સંગતિકરણ એટલે ૮૪ લાખ છવાયેનિના જ સાથે મૈત્રી અને ધર્મભાવનાપૂર્વકનો વ્યવહાર કરે. પરસ્પર આદાનપ્રદાન કરીને માનવ-પશુ-પક્ષી આદિ નાનામોટા જાનવરના મિત્ર બનીને સૌનું રક્ષણ કરે તે મિત્ર કહેવાય છે, તથા “દાનને અર્થ છે કે તમારી પાસે જે કંઈ હોય તે બીજાને આપવું, જેથી માનવ સમાજમાં વિષમ્યવાદની ઉત્પત્તિ અને વૃદ્ધિ થવા ન પામે, કારણ કે વૈષ
મ્યવાદ હિંસકનું લક્ષણ છે અને સામ્યવાદ અહિંસક છે. એક માનવ બીજા માનવને આપે અને બીજો ત્રીજાને આપે તે હિંસા, જૂઠ, ચેરી, મૈથુન અને પરિગ્રહના પાપ પિતાની મેળે જ કમજોર થતાં માનવ, બીજા માનવને મિત્ર બનશે. તીર્થંકર પરમાત્માઓએ કહ્યું કે આ યજ્ઞ જ શ્રેષ્ઠ યજ્ઞ છે.
ગૌતમત્ર જેવા પવિત્ર ગેત્રમાં જન્મેલા, સાત હાથના