________________
તક ૨૫ ઉપક્રમ - બાર ઉદ્દેશાઓથી પૂર્ણ પચીસમું આ પ્રસ્તુત શતક રાજગૃહી નગરીમાં ચર્ચાયું છે, જ્યાં દેવાધિદેવ ભગવાન મહાવીરસ્વામીના ચૌદ ચોમાસા થયા છે અને શેષ કાળમાં પણ ઘણીવાર પધારીને આખાય મગધદેશની રાજધાની રાજગૃહી નગરીને, વ્રત-નિયમ અને જુદા જુદા અભિગ્રહપૂર્વકના પચ્ચકખાણ વડે માનવ સમાજ ઉપર અમિત ઉપકાર કર્યો છે. આ દેશના રાજાધિરાજ અખંડ પ્રતાપી શ્રેણિક (બિબીસાર) નામે રાજા હતા. રાજાની-રાજનીતિના સંપૂર્ણ ગુણોથી દીપતે તે રાજા સંધિ અને વિગ્રહમાં ભારે કાબેલ હતે તથા દેશની રક્ષા કરવામાં, પ્રજાને ન્યાયનીતિ અને સદાચાર સંપન્ન બનાવવામાં, દુષ્ટોને દંડ તથા સજજન-સાધુ સંત અને ધાર્મિક પંડિતેનું રક્ષણ કરવામાં રાજાએ કઈ દિવસ પ્રમાદ કર્યો નથી. ' જે દેશની રાજનીતિ, (કાનુન કાયદાઓ) પ્રજાના રક્ષણ માટે સ્થાપિત થયેલા ન્યાયાલયે, શિક્ષણાલ અને સૈનિકમાં કઈ જાતે ઢીલાશ, પ્રમાદ કે કર્તવ્યભ્રષ્ટતાને પ્રવેશ કરવા દેતી નથી, તે દેશ જ સદૈવ ઉન્નતિના રોપાન સર કરે છે. કેમકે ન્યાયાલયેની પવિત્રતાથી દેશની આંતરિક શક્તિ બીજના ચન્દ્રની જેમ વધે છે અને પ્રજામાં સત્ય તથા સદાચારની મર્યાદાનું પાલન થાય છે. અન્યથા દેશમાં અંધાધુંધી, કર્તવ્યભ્રષ્ટતા, વૈર-વિરોધ રાજ્યના કર્મચારીઓમાં આપસી મનમુટાવ ઉપરાંત રાજાઓમાં, કર્મચારીઓમાં દેશને બરબાદ કરનારા સેંકડે દુર્ગ છે અને દુર્વ્યસનને પ્રવેશ સુલભ રહેશે.