________________
શતક ૨૪મું : ઉદ્દેશક ૨૧-૨૨-૨૩-૨૪
૩૧ જેનું જ્ઞાન જૈન શાસનથી બહાર બીજે ક્યાંય જોવા મળી શકે તેમ નથી આ કારણે જ.
દ્વાદશાંગી, દેવ, દાનવ-માનવ અને તેમના અધિપતિએથી વંદનીય, નમસ્કરણીય, સત્કરણીય અને પૂજનીય છે. તથા સમ્યગ્રજ્ઞાનના અભિલાષ માટે મનનીય, પઠનીય અને પરાવર્તનીય છે.
••••••••• શતક જેવીશમાને ઉદ્દેશો વીશમો સમાપ્ત
સમાપ્તિ વચનમ” વિદ્વન્માન્ય, અનેક જીવને સમ્યગજ્ઞાન, દર્શન અને ચારિત્રદાતા, ઉપરિયાલા આદિ તીર્થોના ઉદ્ધારક, દ્રવ્ય-ક્ષેત્રકાળ અને ભાવના જ્ઞાતા, શાસ્ત્રવિશારદ, જૈનાચાર્ય, સ્વ. ૧૦૦૮ શ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મ.ના શિષ્ય અનેક ગ્રંથના લેખક, વક્તા, શાસન દીપક, સ્વ. મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મ.ના શિષ્યરત્ન ન્યાયવ્યાકરણ કાવ્યતીર્થ, પંન્યાસપદ વિભૂષિત. મુનિશ્રી પૂર્ણાનંદવિજયે (કુમાર શ્રમણે) પોતાના સ્વાધ્યાયની રક્ષાને માટે મતિજ્ઞાનના વિકાસ માટે તથા ભવાંતરમાં પણ શ્રતજ્ઞાનની પ્રાપ્તિ સુલભ બને તે માટે ભગવતી સૂત્ર (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ)ના ૨૪ ઉદ્દેશા સાથેનું ૨૪મું શતક વિકમ સંવત ૨૦૩૫ના ભાદરવા વદ ૧૪ના દિવસે અંધેરીના ઉપાશ્રયે
પૂર્ણ કરેલ છે.
“શુભ ભૂયાત્ સર્વેષાં જીવાનામ
સર્વે જીવાજીવાદિજ્ઞાન પ્રાપ્તયુ” શતક ૨૪મું સમાપ્ત કર