________________
૪૩
શતક ૨૫મું : ઉપક્રમ
શિક્ષણાલયેની અણિશુદ્ધ પવિત્રતાથી પ્રજાનું જનમાનસ તથા બાલક-બાલિકાઓનું યૌવન જીવન ઘડાય છે અને ભાવી નાગરિકોમાં પ્રજામાં તથા રાજ્ય સંચાલકમાં પણ દેશની વફાદારીનું વર્ધન થાય છે, અન્યથા મશીન, ઉદ્યોગ, કારખાનાઓ દ્વારા વધેલા ભૌતિક પદાર્થોના ઉત્પાદનથી દેશની આઝાદી ટકી શકે તેમ નથી. કાળા સર્પના મુખમાંથી જેમ અમૃત નીકળતું નથી તેમ ભૌતિક સાધનનું ઉત્પાદન ચાહે કરે રૂપીયાઓનું થાય-કે દેશની તીજોરી હુંડિયામણથી ભરાઈ જાય તે પણ દેશના શ્રીમતમાં, રાજનૈતિકના જીવનમાં કઈ કાળે પણ અમૃતતત્ત્વ અર્થાત્ દેવી સંપત્તિને વાસ થતું નથી, પરિણામે એક રાજનૈતિક બીજા રાજનૈતિકને હાડવૈરી થશે, એક મીનીસ્ટર બીજા મીનીસ્ટરને ગળામાર શત્રુ થશે અને પરિણામે શ્રીમંત વધારે શ્રીમંત બનીને દેશમાં વૈષમ્યવાદને રાક્ષસ ઉભે કરશે.
અને સંરક્ષણાલની પવિત્રતાથી, દુષ્ટ કાર્યો કરવામાં, દુર્જનતાને વ્યવહાર આચરવામાં અને હિંસા, જૂઠ, ચેરી, બદમાશીના માર્ગે જતી પ્રજામાં દંડને ભય ઉત્પન્ન થતાં દેશની આઝાદીનું રક્ષણ થાય છે. જે દેશમાં સૈનિકોનું ગૌરવ સચવાય છે, તે દેશમાં વિગ્રહવાદ ભડકતો નથી. પરિણામે બેન બેટીઓનું, સજજન નાગરિકેનું અને પ્રજાની રક્ષા માટે સ્થાપન થયેલા તમામ કાર્યાલયનું રક્ષણ થતાં તે રાજ્યતંત્ર વ્યવસ્થિત બનીને દેશની આબાદીનું કારણ બને છે.
પિતાના દેશનું વિધાન (કાનુન કાયદાઓ) પારકા દેશની સમાન બનાવવું તે ઘણીવાર અસંગત બને છે, તેમ સમજીને શ્રેણિક રાજાએ પોતાના દેશને, પ્રજાને તથા પ્રજાના રીતરિવાજોને અનુકૂળ બને તે પ્રમાણે બનાવ્યું અને તેને પળાવવામાં જ